________________
બોધ પામવા જીવે ઢેફારૂપ થવું
પ્રભુશ્રીજીએ બોઘા જણાવ્યું કે સત્પુરુષનો બોધ પામવા જીવે ઢેફારૂપ થવું. ઢેકું નરમ હોય તેથી પાણી પડતા જ તે પી જાય. જ્યારે પત્થર પર પાણી પડતા તે નીચે ઊતરી જાય, પીએ નહીં. માટે બોઘ પરિબ્રમવા ઢેફારૂપ કોમળ પરિજ્ઞામ રાખવા.
લપોડ શંખ જેવા થવું નહીં
એક લોડ શંખ વિષે પ્રભુશ્રીજીએ કથા કહી કે એક ગરીબ બ્રાહ્મણ ઉપર દરિયાઈ દેવે દયા કરીને તેને દૈવી શંખ આપ્યો અને કહ્યું આનાથી તું જે માગીશ તે મળશે. પણ સાચવીને રાખજે. તે બ્રાહ્મણ દરિયા કિનારેથી ઘરે જતાં માસીનું ઘર આવ્યું. માસી રસોઈ બનાવવા તૈયાર થયા ત્યારે એણે કહ્યું રસોઈ બનાવવાની જરૂર નથી. મારી પાસે દૈવી શંખ છે તેનાથી જે માગીશું તે મળશે. તેનાથી બધી સામગ્રી મેળવીને બધા જમ્યા. પણ માસીની દાનત બગડી. જેથી રાત્રે ઘરમાં એવો જ એક બીજો શંખ હતો તે તેની ઝોળીમાં મૂકીને દૈવી શંખ કાઢી લીધો.
બ્રાહ્મણે ઘેર જઈ બધી વાત પત્નીને કરી. અને હવે આપણે આવતી કાલે બ્રાહ્મણની પૂરી નાત જમાડીએ. જેથી તે શંખને ઢાંકીને કહ્યું કે લાખ રૂપિયા થઈ જાઓ. ત્યારે તે શંખ કે બોલ્યો સવા લાખ. પણ નીકળે કશું નહીં. સવાયું બોલે પણ આપે કશું નહીં. જેથી તે ફરી દરિયાઈ દેવ પાસે ગયો ત્યારે એણે કહ્યું કે આ તો લપોડશંખ છે. અસલ દૈવી શંખ તો તારી માસીએ બદલી નાખ્યો છે. તે તેના મંદિરમાં છે. જેથી તે પાછો આવી ત્યાં રાત રોકાયને પોતાનો દૈવી શંખ બદલીને લઈ લીધો.
આ વાત કહી પ્રભુશ્રીજી કહે કે લપોડશંખ જેવા થવું નીં. મોટી મોટી વાતો કરે પણ તુંબડીમાં કાંકરા, કંઈ જીવનમાં ઉતારે નહીં. વાતે વડા થાય નહીં. જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય લાવવો જોઈએ. તે વગર શાન થાય નહીં.
પશુનું પણ કલ્યાણ
પ્રભુશ્રીજીના સમયમાં આશ્રમમાં બે બળદ હતા. તે બળદોએ આશ્રમમાં ચૂનાની ચક્કી પીલવાનું તેમજ મંદિરના પત્થરો વગેરે ઊંચકવાનું ઘણું કામ કર્યું હતું. તે ઘરડા થયા ત્યારે તેને બેઠા ખવડાવે, દ૨૨ોજ દાણ મૂકે. ફરતા બંધ થયા ત્યારે પ્રભુશ્રીજી બોઘ સંભળાવે અને મુમુક્ષુઓ પાસે પદ પણ બોલાવે. તેમની ઘણી માંદગી વખતે પ્રભુશ્રી ખુરશી પર બેસી તેના મુખ આગળ બોથ કરે ત્યારે આંખો ખોલીને કાન ફફડાવે. અંતે તેનું સમાધિમરણ થયું.
૧૭૨
જ્ઞાનીપુરુષોને મન તો બધા આત્મા છે
પ્રભુશ્રીજી કહે પાંચ ભાઈઓ હતા. તે નાટક કરે. તેમાં એક ભાઈ રાજા થયો, એક ભાઈ રાણી થયો, બીજો ભાઈ ચામર ઢાળે અને એક ભાઈ રાજાનો અંગરક્ષક સિપાહી થયો. હવે નાટક જોનારને તો રાજા, રાણી, ચામર વીંઝનારા અને અંગરક્ષક સિપાહી દેખાય; પણ ખરેખર તેમ નથી. એ ભાઈઓને મન તો અમે પાંચે ભાઈઓ છીએ. અમે નથી રાજા, નથી રાણી, નથી ચામવાળા કે નથી અંગરક્ષક સિપાહી. તેમ શાની પુરુષોને મન તો બધા આત્મા છે. રાજા, રાણી વગેરે આ તો કર્મને આધીન બધી અવસ્થા છે, પર્યાય છે. મૂળ સ્વરૂપે જોતા તો પ્રભુ! બધા આત્મા છે. આવી પ્રભુશ્રીજીની અમૃતવાણી છે.
રામનું બાણ છે, ચમત્કાર છે
પ્રભુશ્રીજી કોઈ કોઈ વખત બોધમાં કહેતા કે અમારું કાલું ઘેલું બોલવું એમાં ફેર જાણશો નહીં. રામનું બાણ છે, ચમત્કાર છે. આવા અમૃત વચનો કહેતા પણ કોને મિઠાસ આવે ? જેનું મન નિર્મળ હોય તેને એની વાત્રી પ્રિય લાગે. જેમ ઉંટ દ્રાક્ષ ખાય તો મરે, માણસને તે અમૃતનું કામ કરે.