________________
મૂર્તિઓને અંજનશલાકા થઈ થોડા વખત પછી સંઘ અચળગઢ ગયો. ત્યાં મંદિરમાં આખા સંઘે ઘણા ઉલ્લાસથી ભક્તિ કરી. પ્રભુશ્રીજીએ મૂર્તિઓ આગળ ઘણા બધા શ્લોક બોલીને કહ્યું -પ્રભુ આજે આ મૂર્તિઓને અંજનશલાકા થઈ. ઘણા યાત્રાળુઓને થર્મલાભ થશે.
મહારાજ આપને આત્મા દેખા હે?
અચલગઢમાં બ્ર.સુરજબેને મને પૂછ્યું કે અહીં કંઈ જોવા જેવું છે? મેં કહ્યું નજીકમાં એક ગુફા છે. પછી અમે તે ગુફામાં ગયા તો ત્યાં એક મહારાજ બેઠા હતા. તેમણે પૂછ્યું - કીથરસે આયે? સૂરજબેને કહ્યું એક સંત મહાત્મા હૈ ઉનકે સાથ હમ આયે હૈ. સુરજબેને મહારાજને પૂછ્યું તુમ તપ કિસલિયે કરતે હો? મહારાજ કહે બેટા, આત્મા કે કલ્યાણકે લિયે. સુરજબેન કહે - મહારાજ આપને આત્મા દેખા હૈ? આત્મા કૈસી વસ્તુ હૈ? એટલે મહારાજ બોલ્યા બેટા તેરા ગુરુ કૌન હૈ? ઇતની છોટી ઉમ્રમેં આત્માકી બાત કરતે હો. સુરજબેને કહ્યું યહાંસે નજદીકમેં હી હમારે ગુરુ હૈ. વહાં પર મિલના હો તો તીન બજે આઈએ. પછી તે આવ્યા હતા અને પ્રભુશ્રીજીનો બોઘ સાંભળી ઘણા પ્રભાવિત થઈ નમસ્કાર કરીને ગયા હતા.
આ બોઘરૂપી લાકડી આપું છું એક વખત પંચવટી જતાં રસ્તામાં એક ભાઈને વાંસની ભારી લઈને જતાં જોયો. તેના પાસે આવી પ્રભુશ્રીજી ઊભા રહ્યા. જેથી પેલાએ એક લાકડી પ્રભુશ્રીજીને આપી. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાઈ તારી લાકડી એમને એમ લેવાય નહીં. તું એક નિયમ લે કે હું વીંછી મારીશ નહીં. પછી તે સમ્મત થયો. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું જા તારું કલ્યાણ થશે એવો આશીર્વાદ આપ્યો. પછી તે લાકડી ઉત્તરસંડાવાળા કાંતિભાઈને આપીને પ્રભુશ્રીજીએ કહ્યું કે જો આમાં છ ગાંઠ છે. તે જોઈને આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ યાદ કરવાં. આ બોધરૂપી લાકડી આપું છું. તેની યાદી રાખી અમારા કહેવાથી પરમકૃપાળુદેવની જે શ્રદ્ધા કરશે તેનો આત્મભાવ જાગૃત થશે.
માથે ધગધણી છે ફિકર કરીશ નહીં.
પંચવટીમાં એક જગ્યાએ ભક્તિ કર્યા પછી ઝવેરબેનની દીકરી કમળાબેનને સાપ કરડ્યો હતો. જેથી તે બેભાન થઈ ગઈ. પૂ.પ્રભુશ્રીજીના કહેવાથી મંત્ર ચાલુ કર્યો. પછી જ્યારે શુદ્ધિ આવી ત્યારે પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે તારા કર્મ ખપી ગયા. તારે માથે થીંગઘણી છે. ફીકર કરીશ નહીં. પછી તે કમળાબહેન બ્રહ્મચારી તરીકે જીવનપર્યત આશ્રમમાં જ રહ્યા હતા.
૧૭૧