________________
એમની પાછળ કોણ થશે? બીજે દિવસે વસિષ્ઠાશ્રમે બઘો સંઘ જવા તૈયાર થયો. પ્રભુશ્રીજી માટે ડોળી કરી. શેઠ માટે તથા નહીં ચાલી શકે તેમને માટે પણ ડોળી કરી. પ્રભુશ્રીજીની ડોળી પાછળ હું ચાલતો હતો. હીરાભાઈ ઝવેરી અને નાહટાજી વગેરે પણ ચાલતા હતા તે વખતે નાહટાજીએ હીરાભાઈ ઝવેરીને પૂછ્યું : કાકાજી!પ્રભુ ઘરડા થઈ ગયા તો એમની પાછળ કોણ થશે? ત્યારે ઝવેરી હીરાભાઈએ કહ્યું નહાટા ફિકર કરશો નહીં. એમના પછી આજ્ઞાંકિત બ્રહ્મચારીજી છે, એમની દશા પણ ઊંચી છે. હીરાની પરીક્ષા ઝવેરીને હોય તેમ થયું. આ મારું પ્રત્યક્ષ સાંભળેલું કહું છું. પછી મેં ડોળીવાળાને કહ્યું ભાઈઓ આ તો પ્રભુ છે. તમને આવી રીતે ઊંચકવાનું મળ્યું એ તમારા મહાભાગ્ય છે. પ્રભુ મૌન રહ્યા. વળી મેં ડોળીવાળાને કહ્યું તમે મહારાજને ઉતારો ત્યારે હાથ જોડીને પગે લાગજો તો તમારું કલ્યાણ થશે.
સ્મરણ કરતાં ડગલે ડગલે જગનનું ફળ
એક દિવસ ઠેલણગાડી લઈને દૂર સુધી ગયા. ત્યાં પ્રભુશ્રીજીએ બોઘ કર્યો અને પદ બોલાવ્યા. પછી પાછા આવતાં પ્રભુશ્રીજી કહે મંત્ર સ્મરણ કરતા ચાલશો તો ડગલે ડગલે જગનનું ફળ છે. તેથી બઘા સ્મરણ કરતા કરતા બંગલે આવ્યા. વકીલ જેટલો વિશ્વાસ પણ જ્ઞાની ઉપર નહીં
પ્રભુશ્રી કહે કોર્ટમાં કેસ કર્યો હોય ત્યારે વકીલ ઉપર વિશ્વાસ કરી તેને કેસ સોંપી દે તેટલો વિશ્વાસ પણ જીવ જ્ઞાની ઉપર કરતો નથી. કરે તો જીવનું કલ્યાણ થઈ જાય. જ્ઞાની જે સુખનો રસ્તો બતાવે તે સાચો છે. તે પ્રમાણે કરવું જોઈએ.
અપૂર્વ ભક્તિ જેણે જાણી તેણે જ માણી
પછી આખો સંઘ વસિષ્ઠાશ્રમે પહોંચ્યો. ત્યાં ગૌમુખી છે. તેના મુખમાંથી રાતદિવસ પાણી વહ્યા કરે છે. ત્યાં ભક્તિ બેઠી. ભક્તિમાં પ્રભુશ્રીજીએ કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો' એ પદ ગાઈને અપૂર્વ ભક્તિ કરાવી હતી. તે જેણે જાણી તેણે જ માણી છે અને માણી તેણે જ વખાણી છે.
મનુષ્યભવ મળવો કેટલો દુર્લભ છે
એકવાર ઠેલણગાડી લઈ જતાં એક સરોવર આવ્યું. ત્યાં બઘા યુરોપના છોકરાઓ નહાતા હતા. તેમાં ઘણાખરા તો પાણીમાં કૂદાકૂદ કરે અને ઉપરથી ભુસકા મારે. એ જોઈને પ્રભુશ્રીજીએ કહ્યું પ્રભુ આમા જ જીવન ચાલ્યું જાય. એમને ખબર નથી કે મનુષ્યભવ મળવો કેટલો દુર્લભ છે.
गो-मुरक वाकर कन नया पानी
પ.પૂ.પ્રભુશ્રીજીના ઉત્સવ નિમિત્તે ગૌમુખીમાં કરેલ ભક્તિ
૧૭૦