________________
આબુ માઉંટમાં દેડકી શિલા ઉપર ભક્તિ
પ્રભુ ઘણી નિર્જશ થઈ થોડા વખત પછી એકવાર બઘા રાજાઓ આવ્યા. તેમને લઈને બઘા મુમુક્ષુઓ દેડકી શિલા પર ગયા. એ શિલા મોટી હતી. ત્યાં બઘા મુમુક્ષુઓ અને રાજાઓ વગેરે બેઠા. ભક્તિ શરૂ થઈ. પ્રભુશ્રીજીએ બોઘ કર્યો અને પદ બોલવા મંડ્યા, તેમાં ઘણો જ વખત નીકળી ગયો. સખત તાપ પડવા મંડ્યો. પત્થર દાજવા લાગ્યા. અમે તો બઘા સહન કરીએ પણ પેલા રાજાઓ તો જેમ દાજે તેમ ઊંચા નીચા થાય. પણ કંઈ બોલ્યા નહીં. ભક્તિ પૂરી થયા પછી પ્રભુશ્રીજી બોલ્યા પ્રભુ! ઘણી નિર્જરા થઈ.
કાલે ફરી એવી ભક્તિ કરાવશો એકવાર ગાડી લઈ જતાં સારી જગ્યાએ ગાડી ઊભી રખાવી. બઘો સંઘ સાથે હતો. પ્રભુશ્રીજી ગાડીમાંથી ઊતરી ગયા અને આખા સંઘની વચ્ચે જઈ પીંછી લઈને ઊભા રહ્યા. પછી પદ ગાવાનું શરૂ કર્યું. “મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ બોલતાં પ્રભુશ્રીજીએ જ્યારે પીંછી ફેરવવા માંડી ત્યારે જાણે કૃષ્ણ ગોપીઓને રાસ રમાડતા હોય એવો પ્રેમ સહુને આવ્યો. અને ખૂબ ભક્તિ થઈ. આ તો જેણે જોયું હોય તેને જ ખ્યાલ આવે. એ ભક્તિ અલૌકિક હતી.
તરવરે છે. જાણે આજે ભક્તિ કરાવી હોય તેમ. બંગલે આવ્યા પછી બઘા મુમુક્ષભાઈઓ કહે આજે જે ભક્તિ થઈ તેવી ફરી થશે કે નહીં. કારણ આટલી ઉમરે પ્રભુશ્રીજીએ જે ભક્તિ કરાવી તે આપણી કલ્પનાની બહાર છે. પછી ચુનીભાઈ કારભારીએ પ્રભુશ્રીજીને કહ્યું પ્રભુ આજની અલૌકિક ભક્તિમાં હું આવવાનો રહી ગયો. માટે કાલે ફરી એવી ભક્તિ કરાવશો? ત્યારે પ્રભુશ્રીજી કહે લગ્નનાં ગીત લગ્નમાં ગવાય, ફરી ગવાતાં નથી. ફરી ગાએ તો ઉમળકો આવે નહીં. એ ઉમળકો કહેવાથી આવે નહીં; સહજે આવે.
૧૬૯