________________
આત્માની ઓળખાણ કર્યા વિના જન્મમરણથી છુટાય નહીં
થોડા દિવસ પછી જસદણના રાજા રાણી હીરાભાઈ ઝવેરીને મળવા આવ્યા ત્યારે તેમણે હું સારું થયું તમો આવ્યા. હમણાં મહારાજ અહીં છે. તેમનો સમાગમ કરવા જેવો છે અને મંત્ર સ્મરણ લો. એટલે રાણી કહે હું તો દ૨૨ોજ ભક્તિ કરું છું. ગીતા પણ વાંચુ છું. પછી પ્રભુશ્રીજીને મળ્યા ત્યારે તેમણે બોધમાં જણાવ્યું કે પ્રભુ! આ વીસ દોહા, ક્ષમાપના, મંત્ર સ્મરણ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિને પોતાની જીવાદોરી જાણી અવશ્ય કરવા જેવું છે. પૈસોટકો, પરિવાર કશું રહેવાનું નથી. આખરે બધું છોડીને જવું પડશે. માટે આત્માની ઓળખાણ કરવા જેવી છે, કર્યાં વિના જન્મમરણ છૂટે નહીં. સાત વ્યસનનો ત્યાગ કરે તો ચાર ગતિમાં ભમવું મટી જાય. કરવું પોતાના હાથમાં છે. રાણીએ સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ કરી મંત્ર લીધો. રાજાએ લીધો નહીં, એ તો ઊભા જ રહ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ રાજાને કહ્યું પ્રભુ ! તમે શિકાર કરો છો તે કરવા જેવું નથી. દારૂ, માંસ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન વગેરે છોડવા જેવા છે. રાજા કંઈ બોલ્યા નહીં તેથી રાણી બોલ્યા કે મહારાજ પાસે આવ્યા તો કંઈક લ્યો. પછી પ્રભુશ્રીજી બોલ્યા
કે સારા ભાવ રાખશો. આ કરવા જેવું છે એવા ભાવ રાખશો તો પાપ ઓછાં બંધાશે. પછી બહાર આવી રાણીએ મને પૂછ્યું કે મહારાજ આગળ શું મૂકું? મેં કહ્યું પ્રભુશ્રીજી તો કંઈ લેતા નથી. પછી તેઓ ૨વાના થયા. મને થયું કે ક્યાં રાજા અને ક્યાં હું. પણ પ્રભુશ્રીજીને મન તો રાજા કે રંક બેય સરખા છે.
90707570
સાચો ભક્ત હોય તો જ્ઞાનીને માન્ય થાય
સંવત ૧૯૯૧ના ફાગણ માસમાં પ્રભુશ્રીજી આબુ પધાર્યા હતા. ત્યાં બોધમાં કથા કહી કે – એક જંગલમાં એક બાઈ છાણા વીણતી હતી. નજીકમાં એક સરોવર હતું. ત્યાં એક રાજા ઘોડાને પાણી પીવા લઈ આવી ચઢ્યો. ત્યાં છાણા વીણતી બાઈ તેના જોવામાં આવી. તે ઘણી સુંદર હતી. તેને પોતાની રાણી બનાવવા વિચાર કરીને રાજાએ તેને કહ્યું – હું તને મારી રાણી બનાવું. ત્યારે તે બાઈ કહે મહારાજ! હું તો એક ગરીબ સ્ત્રી છું અને તમે તો રાજા છો. હું કેવી રીતે તમારી રાણી બની શકું. ત્યારે રાજા કહે મને તું પસંદ છે તેથી તું મારી રાણી બની શકે. ત્યારે તે બાઈ કહે મહારાજ તમારી રાણી મને કેમ માન્ય કરશે. રાજા કહે હું તને પટરાણી બનાવીશ જેથી બધાને માન્ય કરવું પડશે. પછી તે તૈયાર થઈ અને રાજા પોતાના મહેલે લઈ આવ્યો અને બધી રાણીઓને કહ્યું કે આ મારી મુખ્ય રાણી છે. એને પટરાણી તરીકે સ્થાપુ છું. તમારે સૌએ એની આજ્ઞામાં રહેવું. મુખ્ય પટરાણી એટલે બધો કારભાર તથા ચાવીઓ તેને સોંપી દીધી. જેથી કહેવત છે કે રાજાને ગમી તે રાણી, ભલે તેને છાણા વીણતી આણી.' પ્રભુશ્રીજીએ આ કથાનો પરમાર્થ કહ્યો કે ગરીબમાં ગરીબ હોય પણ ભગવાનનો સાચો ભક્ત હોય તો જ્ઞાનીને તે માન્ય થાય અને જ્ઞાન આપે.
૧૬૮