________________
સ્વચ્છંદનું ફળ ચારગતિમાં જ ભ્રમણ પ્રભુશ્રીજી બોઘમાં સ્વચ્છેદ ઉપર દ્રષ્ટાંત આપતા કે બે માઈઓ હતા. તે બીજે ગામ માં રસ્તામાં જંગલ આવ્યું. ત્યાં
શુના હાડકા પડેલા દીઠા. તે જોઈ એક ભાઈ કહે મારી પાસે મંત્ર વિદ્યા છે તે વડે મંતરીને પાણી હાડકા ઉપર છાંટુ તો પશુનું જે રૂપ હોય તે થઈ જાય. બીજા ભાઈએ કહ્યું-જંગલમાં હિંસક પશુઓ પણ હોય, તે પછી આપણને મારી નાખે. છતાં પેલા ભાઈએ વિદ્યાના ગર્વમાં કહ્યું – મારે તો પ્રયોગ કરવો જ છે. તો બીજા ભાઈએ કહ્યું મને ઝાડ પર ચઢવા દે પછી તારે જે કરવું હોય તે કરજે. તેણે ભાઈનું કહેલું માન્યું નહીં અને પાણી મંતરીને છાંટ્યું. તે હાડકાં વાઘના હતાં તેથી વાઘ થયો અને એને ફાડી ખાધો. “વિદ્યા સાચી હોય પણ ક્યાં વાપરવી તે આવડવું જોઈએ. તલવાર, બંદુક હોય પણ વાપરતાં આવડવું જોઈએ. તેમ ઘર્મના સાઘન સાચા હોય પણ સદ્ગુરુ આશાએ કરવા જોઈએ. સ્વચ્છેદે કરે તો ચારગતિમાં જ રઝળવાનું થાય; જન્મ-મરણના દુઃખ ટળે નહીં.” આવરણ ખસે તો સૂર્ય જેવો આત્મા જણાય.
પ્રભુશ્રીજી બોઘમાં કહે સમુદ્રમાં એક કાચબો હતો. એકવાર ઝાડું સેવાલ ખસી જવાથી તેણે સૂર્યનું પ્રકાશ પહેલીવાર જોયું. તેમ આત્મા ઉપર કર્મના આવરણ છે તે ખસે તો સૂર્ય જેવો આત્મા જણાય. એકવાર સૂર્યનું તેજ જોયું તો ભૂલાય નહીં. તેમ આપણે પણ પ્રભુશ્રીજીની ભક્તિ વગેરે જોઈ તે કદી ભૂલી જવાય એમ નથી. આત્મા ઝવેરાતની પેટી જેવો, તેની સંભાળ લેવી
પ્રભુશ્રી કહે એક મકાનમાં આગ લાગી, જેથી બીજા ઘરવાળાને ત્યાં પણ આગ લાગી. બીજો ઘરવાળો પૈસા દાગીના પડી મૂકી ગાદલા ગોદડા કાઢવા મંડ્યો. જ્યારે પહેલો ઘરવાળો તો ઘરમાં તિજોરી હતી તેમાંથી ઝવેરાત કાઢી બહાર નીકળી ગયો. આગથી બેયનું બધું બળી ગયું. પણ ઝવેરાતવાળાએ તો ઝવેરાત વેચી ફરીથી નવું મકાન બાંધી લીધું અને સુખી થયો. તેમ પ્રભુશ્રી કહે આત્મા એ ઝવેરાતની પેટી જેવો છે. તેની સંભાળ લે તો ભવોભવ સુખી થાય અને દેહ એ ગાદલા ગોદડા જેવો છે. તે તો અહીં જ બળી જઈ ખાખ થઈ જશે. માટે આત્માની સંભાળ કરવી.
૧૬૭