________________
શ્રી ડાહ્યાભાઈ નાથુભાઈ ઘામણવાળા જણાવે છે –
પ્રભુ! તમે ધામણ પધારો
છેલ્લા વર્ષમાં શિવજી ભાઈને આકર્ષી તેમના ઉપર કૃપા કરી પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે
પ્રભુ! તમે ઘામણ પધારો. એમ આજ્ઞા થવાથી તેઓ અત્રે ઘામણ
આવેલા. તે પ્રસંગે પૂ.પ્રભુશ્રીજીએ તેમની સાથે શ્રી હીરાલાલભાઈ ઝવેરી તેમજ શ્રી નાહટાજીને પણ ઘામણ આવવા આજ્ઞા કરેલ. તે અરસામાં શ્રી કાળાકાકાના ઘરે રાજમંદિરમાં આજુબાજુના તેમજ ગામના મુમુક્ષુભાઈ બહેનો સાથે ભક્તિનો ઘણો સારો રંગ જામ્યો હતો.
પરમકૃપાળુદેવને જે માને તેનો હું દાસ છું
એક દિવસ ઘામણ ગામમાં જાહેર લોકોની સભામાં પરમકૃપાળુદેવ તથા પૂ.પ્રભુશ્રીજીના ગુણગાન કરતાં ઉલ્લાસમાં આવી જઈ શિવજીભાઈ મઢડાવાળાએ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ પરમકૃપાળુદેવને વંદન કરે કે માને તેનો હું કિંકર છું. દાસ છું. મારી જિંદગીમાં હજુ સુધી કોઈને મેં ગુરુ કર્યા નથી. પણ અત્રે ધામણ આવી મારું મસ્તક પ્રભુના ચરણોમાં નમી જાય છે. ઘામણથી વિદાય લઈ તેઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ થઈ પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સદ્ગુરુમંત્ર તેમજ ઉપદેશબોધ લઈને ગયા હતા.
જીવ અજ્ઞાનવશ કેવા ભાવ ક૨ે
બુદ્ધિસાગ૨જી નામના સાધુ પુરુષે એક વાર શિવજીભાઈને કહ્યું કે તમે શ્રીમનું નામ લેવું મૂકી દો. ત્યારે શિવજીભાઈ કહે – તેનો એક રસ્તો છે. તે હું બતાવું; કે જેથી શ્રીમદ્દ્ના પુસ્તકને કોઈ અડે નહીં. તે સાંભળી બુદ્ધિસાગરજી બોલ્યા-તે શું છે? કહો. ત્યારે શિવજીભાઈ કહે – શ્રીમદે જે લખ્યું છે તેના કરતાં એક સારું પુસ્તક તમે લખો, જેથી શ્રીમદ્ન કોઈ વાંચશે નહીં. આ વચનોથી બુદ્ધિસાગરજી શરમાઈ ગયા અને બોલતા બંધ થઈ ગયા.
શ્રી શિવજીભાઈ
૧૫૯
શ્રીમદ્ રાજચંદ્ર