________________
શ્રી શિવજીભાઈ દેવસિંહ શાહ
મઢડાવાળા
છેલ્લા વર્ષે આકર્ષી તેમનો કરેલો ઉદ્ધાર
પાલીતાણામાં ભાઈ શિવજી નામના કચ્છી શ્રાવકે જૈન બોર્ડિંગ સ્થાપી હતી. ત્યાં ‘વીર અઠ્ઠાઈ મહોત્સવ’ કર્યો હતો. ત્યાં આ મુનિવરો જતા અને ભાઈ શિવજી સાથે પરિચય થયેલો, પણ ગાઢ પરિચય થઈ જે માહાત્મ્ય ભાસવું જોઈએ તેવો પ્રસંગ તે ચાતુર્માસમાં બનેલો નહીં. માત્ર સરળ સ્વભાવી, ભક્તિવંત, શ્રીમના શિષ્ય છે એવો ભાવ રહેલો. શ્રી રત્નરાજના વાક્ચાતુર્યની તેમના પર સારી અસર થયેલી અને તેમનું માહાત્મ્ય લાગેલું. પછીના વર્ષોમાં ભાઈ શિવજીભાઈ સિદ્ધપુર આશ્રમમાં બે ત્રણ માસ રહેલા; પણ એથી એમનું દિલ ઠરેલું નહીં. તેઓ શ્રી લલ્લુજી સ્વામીના દર્શનાર્થે કોઈ કોઈ વખત વર્ષમાં એકાદ દિવસ આવી જતા. પણ સં.૧૯૯૨માં ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ સ્વામીજી સાથે એક માસ રહેવાની અનુકૂળતા શ્રી અગાસક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં મળી આવી.
પ્રભુશ્રીજી પ્રત્યે પ્રગટેલો પ્રેમ
તે વખતે પ્રભુશ્રી—લઘુરાજસ્વામી, શ્રી લલ્લુજી મુનિ એવાં નામથી ઓળખાતા, કેટલાક ભોળા પાટીદાર લોકો ‘બાપા’ પણ કહેતા. તેમના અંતઃકરણની વિશાળતા, પ્રભુપ્રેમ અને પ્રભાવ શ્રી શિવજીને સમજાયા અને ઘામણ ભણીના ભક્તોનો સમાગમ થતાં તેમને પુરાણી શ્રી કૃષ્ણકથા યાદ આવી. જેમ ઉદ્ધવજીને શ્રીકૃષ્ણે ગોકુળમાં મોકલ્યા હતા તે શ્રી ગોપાંગનાઓની ભક્તિના રંગે રંગાઈને આવ્યા હતા તેમ શ્રી શિવજીને પણ થયું હતું. શ્રી લલ્લુજી સ્વામી શ્રી શિવજીએ પાલીતાણામાં કરેલી સેવા ઘણી વખત યાદ કરતા; તે ઋણ પતાવવા જ જાણે છેલ્લા વર્ષમાં તેમને આકર્ષીને તેમના પર કૃપા કરી હોય એવો અચાનક એ એક માસનો પ્રસંગ બન્યો હતો. શ્રી શિવજી ભક્તિના આવેશમાં આવી ગયેલા. તેવા પ્રસંગે ‘અગાસના સંત’ અને ‘મને મળ્યા ગુરુવર શાની રે’ જેવાં તેમણે પોતે લખેલાં ગીતો આશ્રમના મુમુક્ષુજનોને
અવારનવાર ગવરાવતા. -ઉ. (પૃ.૪૦)
હવે મારી પાછળ ઘણી છે
શિવજી કહે—“હવે તો હું બધા મારા મિત્રોને જણાવી દઉં છું કે હું ફરી ગયો છું અને કૃપાળુદેવને તથા પ્રભુશ્રીજીને માન્ય કીધા છે, તો બીજા લોકો માનતા નથી કે એમ હોય નહીં. તો હું તેમને છાતી ઠોકીને કહું છું કે એમ જ છે અને એમ જ સમજજો, બીજું નથી. હું જવાનો છું. આજે બધા મુમુક્ષુભાઈઓને
કહી જાઉં છું કે હવેથી મને પ્રભુશ્રીજીની કૃપાથી બહુ બળ રહ્યા કરે છે. મારા અહીં આ વખતના દિવસો બહુ જ આનંદ અને ઉત્સાહમાં ગયા છે, કારણ કે હવે મારી પાછળ ઘણી છે.’’
૧૫૮
મને મળ્યા ગુરુવ૨ જ્ઞાની રે
“મને મળ્યા ગુરુવર શાની રે, મારી સફળ થઈ જિંદગાની; શ્રીમદ્ દેવસ્વરૂપે દીઠા, લઘુરાજ પ્રભુ લાગ્યા મીઠા; આત્મિક જ્યોતિ પિછાની રે, મારી સફળ થઈ જિંદગાની. ભાગ્યોદય થયો મારો આજે, ચોટી ચિત્તવૃત્તિ ગુરુરાજે; ખરી કરી મેં કમાણી રે, મારી સફળ થઈ જિંદગાની. દુસ્તર ભવસાગર તરવાનો, દિલમાં લેશ નહીં ડરવાનો, મળ્યા સુજાણ સુકાની રે, મારી સફળ થઈ જિંદગાની. મન, વચન, કાયા લેખે લગાડું, ભક્તિસુધારસ ચાખું ચખાડું; ભક્તિ શિવ-કર જાણી રે, મારી સફળ થઈ જિંદગાની.” બોલો શ્રી સદ્ગુરુદેવકી......જય !
અહીં મને ન ધારેલો, ન કલ્પેલો એવો ખૂબ આનંદ આવ્યો છે. આખી જિંદગીમાં આવો આનંદ નથી આવ્યો.
પ્રભુશ્રી—‘મુખ્ય વાત તો આત્મા, ભાવ અને પરિણામ. બીજું કોનું સગપણ કરવું છે?’
૨.મુમુક્ષુ—‘સવિ જીવ કરું શાસનરસી, એવી ભાવદયા મન ઉલ્લસી.’
પ્રભુશ્રી—‘જીવ રૂડો છે. મને અંતરથી ગમે છે. કંઈ નથી, મનુષ્ય ભવમાં આ સાર છે.’’ (ઉ.પૃ.૨૩૯)