________________
ત
,.
લવ
શ્રી જેસીંગભાઈ જીભાઈભાઈ પટેલ
બોરીયા
(શ્રી અંબાલાલભાઈ જેસીંગભાઈએ આપેલ વિગત) સિદ્ધવરકુટ તીર્થ વર્તમાનમાં બોલતા ચાલતા ભગવાન હોય?
_સિદ્ધવરકુટ તીર્થનો દરવાજો મારા પિતાશ્રીને પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રથમ સમાગમ તારાપુરમાં થયો હતો. શંકર ભગત અમારા પિતાશ્રીના મામા થાય. તેમની જોડે મારા પિતાશ્રીને વાતચીત થતાં પૂછ્યું કે કૃષ્ણ ભગવાન તો બુદ્ધાવતાર થઈ ગયા અર્થાત્ હવે તો તે પ્રતિમારૂપે છે તે બોલે ચાલે નહીં તો હાલ કોઈ બોલતા ચાલતા ભગવાન હશે કે કેમ? ત્યારે શંકર ભગતે કહ્યું કે બીજા સંપ્રદાયમાં હોય તો તું માને કે કેમ? ત્યારે તેઓએ કહ્યું કે ગમે તે સંપ્રદાયમાં હોય તો પણ માનીશ. તે જ રાત્રે તેમને સ્વપ્નમાં પ્રભુશ્રીજીના દર્શન થયા. બાદ શંકર ભગતે મારા પિતાશ્રીને પ્રભુશ્રીનો મેળાપ કરાવ્યો. સમાગમનો પ્રસંગ બન્યો તો જોયું કે આ તો સ્વપ્નમાં જોયા હતા તે જ મહારાજ છે. પછી શ્રદ્ધા એવી બેસી ગઈ કે હવે આ પુરુષ કહે તેમજ કરવું છે.
પછી હું વ્યવસાય માટે આફ્રિકા જવાનો હતો. ત્યારે મારા પિતાશ્રીએ મને કહ્યું કે મારે તો આત્મકલ્યાણ કરવું છે અને તું પરદેશ ન જાય તો તે બની શકે. પણ એ તારાથી બનશે? ત્યારે મેં હા કહી કે ભલે, તમારે આત્મકલ્યાણ કરવું છે તો કરો; હું અહીં જ રહીશ.
અમારે સાધુ નથી કરવા મારા માતુશ્રીને આ બાબત ડર રહેતો કે મારા પિતાશ્રી સાધુ થઈ જશે. તેથી પ્રભુશ્રીજી મારે ઘેર બે વાર બોરીયા પઘારેલા અને મારા માતુશ્રીને સમજાવીને કહેલું કે “અમારે સાથુયે નથી કરવા અને કંઈ નથી કરવું. બોલો તમારી શી ઇચ્છા છે?” ત્યારે મારા બાએ કહેલું કે બીજાં તો કંઈ નહીં પરંતુ જમવા ઘેર આવે. અને તે મુજબ કાયમ જમવા ઘેર જતા. ઘીમે ઘીમે આંતરૂ વઘારે વધારે પાડતા, પછી બાનો આગ્રહ પણ ઓછો થઈ ગયો હતો.
ભયંકર વગડામાં પણ
અમારાવિષે વિકલ્પ કરશો નહીં
૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજી સિદ્ધવરકુટ ગયા હતા. ત્યારે રાત્રે બાર વાગે તંબુડીમાં પાણી ભરી મારા પિતાશ્રી જેસીંગભાઈને કહ્યું આ ઝાલો અને સાથે ચાલો. મધ્યરાત્રિનો ઘોર અંઘકાર અને ભયંકર વગડો હતો. થોડે દૂર જઈ જેસીંગ ભાઈને એક જગ્યાએ બેસાડી તેમની આજુબાજુ કુંડાળું કર્યું અને કહ્યું “ડરશો નહીં અને અમારા વિષે વિકલ્પ કરશો નહીં.” એમ કહી પોતે દૂર ગયા. કલાકેક બાદ પાછા આવ્યા અને પૂછ્યું ડર લાગ્યો ત્યારે તેઓએ કહ્યું મને તો જાણે હું છું જ નહીં એમ થયું હતું.
સતત મંત્ર જાપનું રટણ
મારા પિતાશ્રીએ જણાવેલ કે પૂ.પ્રભુશ્રીજીની હયાતિમાં શરૂમાં ખૂબ જ પુરુષાર્થ સહેજે રહેતો. સુવા જાઉં તો પણ સુઈ શકાય નહીં. ફરી ફરીને અંદરથી એમ થયા કરે કે આજે તું પ્રમાદ કરે છે. પણ કાલે તું નહીં હોય અથવા સત્પરુષ નહીં હોય તો શું કરીશ? માટે પુરુષાર્થ કર. એમ વારંવાર અંદરથી ભણકારા વાગ્યા જ કરતા; જે સૂવા પણ દેતા નહીં. સતત મંત્ર જાપ ચાલ્યા કરતો.
શ્રી જેસીંગભાઈ
૧૨૭