________________
બ્ર. શ્રી મોહનભાઈ પ્રાગદાસ પટેલ બોરીઆ
有飲
પ.પૂ.પ્રભુશ્રીજીના સમયનું દૃશ્ય
સારા ભાવ થવા તે પૂર્વે કરેલા પુણ્યનું ફળ
પૂ.પ્રભુશ્રી મુમુક્ષુઓ સાથે બેઠા હતા. ઓરડો ભરેલો હતો. ભક્તિ સત્સંગ ચાલતો હતો. અકસ્માત પૂ.પ્રભુશ્રીજીની રગ દબાઈ જવાથી એકદમ બેઠા થઈ ગયા. મેં તરત જ ઉછળીને તેમને બાથમાં લઈ જોરથી ઝાલી રાખ્યા. પાંચ મિનિટ પછી કળ વળી એટલે શાંત
થયા. પછી મને પૂછ્યું – ‘કેમ ઝાલ્યો’. મેં કહ્યું-પાટ પરથી પડી જવાય અને હાડકું ભાંગે તો આપને દુઃખ થાય માટે. પ્રભુશ્રી બોલ્યા
આ બધી પુણ્ય-પાપની રચના છે. અહીં બધા બેઠા હતા. તમને જ કેમ આવા ભાવ થયા? પૂર્વના પુણ્યથી કોઈને આવા ભાવ થાય અને કોઈને બીજા ભાવ પણ થાય, સારા ભાવ થવા તે પૂર્વે કરેલા પુણ્યના ફળરૂપ છે.’
જ્ઞાની પ્રત્યે વિપરીત ભાવના થાય તે નરકમાં જાય
પ્રભુશ્રી કહે—અમે તો બધાને છોકરાની માફક રમાડીએ છીએ. અમારા કરમ ખરાં, પણ તે ખપાવવાનાં. પણ એટલી તો ખાતરી રાખવી કે અમારી રમત તેમાં કોઈપણ મોતનો અંશ નથી. દેહાતીત દશામાં થાય એટલે અમારે કોઈ કર્મ બંધાતા નથી. અને જે કરીએ તે બોથરૂપે અને તેની કેટલી અવસ્થા, દશા છે, તે પારખી લેવાની ખાતર.
પણ જો કોઈ એમાંથી ધારે કે આ તો મોહ હશે, તો તેની અથમ દશા થાય, નરકમાં જવાનું થાય. (ગલે ફ્રાંસ દર્દ બતાવી) તે તો મરી ગયો જ જાણવો.
કાળીધોળી એ બધી
પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ
એકવાર ખુલ્લી અગાસીમાં પૂ.પ્રભુશ્રી પાટ ઉપર બેઠા હતા. અમે પાસે ઊભા હતા. સામે ઝાડ ઉપર એક કાગડો હતો. પ્રભુશ્રી કહે – ‘પ્રભુ! કાગડો કેવો?’ મેં કહ્યું કાળો. પ્રભુશ્રી કહે ઘોળો. મેં કહ્યું કાળો. પછી પ્રભુશ્રી કહે – ‘કેરી પહેલા કેવી?’ મેં કહ્યું પહેલા મ્હોર હોય, પછી લીંબુ જેવી, મોટી થાય ત્યારે લીલા રંગની, પાકે ત્યારે પીળી. પ્રભુશ્રી કહે – ‘ન તોડે તો કોહવાય અને કાળી થાય. આ બધી પુદ્ગલોની અવસ્થાઓ છે. બધું કરે છે? પર્યાય પલટાય છે શાથી? પંચાસ્તિકાય વાંચજે ખબર પડશે,’
બે આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધા૨ે ?
એકવાર હું તમાકુના છોડ કાઢવા ગયો. તેથી ભક્તિમાં ન આવી શક્યો. પ્રભુશ્રીએ પૂછ્યું – મોહન! કેમ ભક્તિમાં ન આવ્યો ?' મેં કહ્યું આપા! તમાકુના છોડ કાઢવા ગયો હતો તેથી ન આવી શક્યો. પ્રભુશ્રીએ કહ્યું‘મજૂર રાખે તો કેટલા પૈસા આપવા પડે ?' મેં કહ્યું બે આના. પ્રભુશ્રી કહે ‘બે આના વધારે કે લાખ રૂપિયાની ભક્તિ વધારે
૧૨૮
બ્ર.શ્રી મોહનભાઈ