________________
પ્રભુશ્રીની કૃપાએ શીઘ્ર યાદ થઈ ગયું
પ્રભુશ્રીએ મને કહ્યું ‘મંત્ર બોલે છે ?' મેં કહ્યું હા, બોલું છું. ‘હવે તત્ત્વજ્ઞાનમાંથી થોડું ઘણું વાંચ. આ વીસ દોહરા મોઢે કરજે.’ મેં કહ્યું આ બાંધણીના માસ્તરે કવિતા મોઢે કરવા કહ્યું ત્યારે ત્રણ દિવસે એક લીટી માંડ મોઢે થઈ. તો વીશ દોહરા મારાથી કેમ થશે? પ્રભુશ્રી કહે – ‘જા થશે.' એટલે ઘરે જઈ એક વખત તત્ત્વજ્ઞાનમાંથી બોલી ગયો ને મોઢે થઈ ગયા. બીજા દિવસે દર્શન કરવા જતાં પ્રભુશ્રીએ પૂછ્યું ‘મોઢે થયા?' મેં કહ્યું હા. તો કહે 'બોલ'. હું બોલી ગયો. પછી કહે ‘દરરોજ બોલજે.' બાર મહિના પછી ક્ષમાપનાનો
પાઠ આપ્યો. આ પ્રભુ મારાથી થશે? તો કહે ‘થશે'. સાંજે ઘેર જઈ તત્ત્વજ્ઞાનમાંથી જોઈને બોલ્યો. તે પણ તુરત થઈ ગયો. મને કહ્યું ‘મંત્ર, વીશ દોહરા અને ક્ષમાપનાનો પાઠ એ ત્રણેય રોજ બોલવા. આગળ બધુંય આવડશે.' અહીંથી બોરીઆ ઘરે જઈ અને આવું ત્યારે મંત્ર બોલ્યા કરતો હતો.
શ્રી રાજમંદિરમાં પૂ.પ્રભુશ્રીજીનું નિવાસસ્થાન
સભામંડપ નીચે ચાલતો ભક્તિક્રમ
શ્રી ઉમેદભાઈ હીરાભાઈ બોરીઆ
સાચા ગુરુ જોઈતા હતા તે મળી ગયા
સંવત ૧૯૭૫ના ચૈત્ર સુદી ૧૫ના રોજ કાવિઠા મહુડી ક્ષેત્રમાં મને પ્રભુશ્રીના પ્રથમ દર્શન થયા. ત્યારબાદ સં.૧૯૭૬માં પ્રભુશ્રી સંદેશર કારતક સુદી ૧૫ના રોજ આવ્યા. ત્યાં હું સાંજે જતો હતો. મારા બાપુજી હીરાભાઈ તથા જેસીંગભાઈ તથા બ્ર.મોહનભાઈ સંદેશર જતાં રસ્તામાં ત્રણેય જણા વિચાર કરી દરરોજ નવું નવું ધારે અને તે ધારેલું જ ત્યાં વાંચનમાં આવે એટલે તેઓને મહારાજ સાચા લાગ્યા. અને પ્રભુશ્રી પ્રત્યે પાકી શ્રદ્ધા થઈ. તેઓ સાચા ગુરુની શોધમાં હતા તે તેમને મળી ગયા.
જિનમંદિર, ગુરુમંદિર, સભામંડપ
મંદિ૨નું કામ ક૨વું એ પણ ભક્તિ
આશ્રમ માટે પહેલો કૂવો ખોદાયો ત્યારે મારા બાપુ દેખરેખ રાખતા અને હિસાબી કામકાજ નારના ચતુરભાઈ હાથીભાઈ કરતા. પ્રભુશ્રી સંદેશર રહેતા હતા. ત્યાંથી મંડાળે ગયા. ત્યાંથી સનાવદ જઈ ચોમાસું કર્યું. અહીં કામકાજ ચાલુ હતું. પહેલા રાજમંદિરવાળો ભાગ બન્યો. ત્યાં પ્રભુશ્રી રહેવા લાગ્યા. તેથી આજુબાજુ ગામોના મુમુક્ષુઓ સાથે ઢેબરાં લઈને આવવા લાગ્યા. એક બે દિવસ રહે ને જાય, ફરી ચારપાંચ દિવસ રહીને આવે. પ્રભુશ્રી બોધમાં મંદિરનું કામ કરવું એ પણ ભક્તિ છે એમ કહે એટલે મુમુક્ષુઓ હોંશથી કામ કરે. હું પણ પાયા ખોદાય ત્યારે તગારા ઉપાડવા લાગતો. સભામંડપ નીચેનો ભાગ તૈયાર થયો એટલે નીચે ભક્તિક્રમ ચાલુ થયો હતો.
સં.૧૯૮૪થી સભામંડપમાં ભક્તિની શરૂઆત
પહેલા રાજમંદિરના મેડા ઉપર ભક્તિ થતી પણ જ્યારે સભામંડપ નીચેનો ભાગ તૈયાર થયો એટલે સં.૧૯૮૨ થી ૮૪ સુધી ભોંયરામાં નીચે ચાલુ ક્રમ પ્રમાણે ભક્તિ થતી હતી. સં.૧૯૮૪માં શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની સ્થાપના થયા પછી મંદિરના બાજુના સભામંડપમાં ભક્તિક્રમ ચાલુ થયો હતો.
૧૨૬
શ્રી ઉમેદભાઈ