________________
અચાનક કારણે કાવિઠા જવાનો નિર્ણય
સં.૧૯૭૫માં તારાપુરથી ઊઠી પ્રભુશ્રી ફાગણ ચૈત્રમાં સીમરડા આવ્યા. ત્યારે મોતી ભગતે ઘણી વિનંતી કરી પ્રભુશ્રીને બાવા પ્રાગદાસના મંદિરમાં રાખ્યા. એક દિવસ એક મુમુક્ષુભાઈ કાવિઠેથી દર્શન કરવા સીમરડે આવ્યા અને પ્રભુશ્રીને કાવિઠા લઈ જવા ઘણી વિનંતી કરી. પ્રભુશ્રી કહે “અમારે થોડા દિવસ અહીં રહેવા વિચાર છે, પછીથી જોઈ લઈશું.' એટલે તે મુમુક્ષુ પાછા ગયા. પણ બીજે જ દિવસે એવું બન્યું કે બાવા પ્રાગદાસના મંદિરમાં જ્યાં પ્રભુશ્રી ઉતર્યા હતા તે જ બાવાના ગુરુ મહાતમ રામના દેહોત્સર્ગની નિધિ ઉજવવાની હોવાથી બાવાએ માંડવો રોપવા માંડયો અને કહ્યું ભક્તો આવશે, ભક્તિ ભજન કરશે, જમણવાર થશે માટે માંડવો બાંધીએ છીએ. તે ઉપરથી પ્રભુશ્રીએ વિચાર કર્યો કે આ અચાનક કારણ આવી પડ્યું માટે આપણે કાવિઠા જવું, તેથી દલપતભાઈ સાથે બીજે દિવસે કાવિઠા જઈ
ઠાકોરીયામાં પ્રભુશ્રીનો નિવાસ ઠાકોરીયા નામના ખેતરમાં બે ઓરડી બાંધેલી હતી તેમાં બારોબાર ઉતારો કર્યો.
આવેશમાં જીવ શું બોલે તેનું ભાન નથી
કાવિઠાના લોકોને ખબર પડતાં દર્શન કરવા આવ્યા. તેમ પેલા મુમુક્ષુભાઈ પણ આવ્યા અને પ્રભુશ્રીને જોઈ ખિજાઈને બોલ્યા : મહારાજ કાલે મેં કહ્યું ત્યારે તમો કેમ ન આવ્યા અને આજે છોકરાના તેડ્યા આવો છો. તમોએ મારું અપમાન કર્યું મારા સાઠ વર્ષ પાણીમાં નાખ્યા. પ્રભુશ્રી તેનું કારણ જણાવતા હતા પણ સાંભળ્યા વગર આવેશમાં આવી ઠપકો આપ્યો અને બે વચન બીજા પણ કહ્યા હશે. કારણ આવેશમાં જીવ શું બોલે છે તેનું તેને ભાન પણ રહેતું નથી. તે વખતે બાંધણીના પાટીદાર ભગવાનદાસ હતા જેમણે સીમરડામાં પંપ મૂકેલો અને પ્રભુશ્રીના બોધથી રંગાયેલા હતા. તે પ્રભુશ્રી જોડે કાવિઠા આવ્યા હતા. તે ભાઈથી આ વચનો સાંભળીને સહન થયા નહીં. તેથી જરા તપી ગયા અને કહેવા લાગ્યા. ત્યારે ફુલાભાઈ, કલ્યાણજીભાઈ અને હું વગેરે દશ પંદર માત્રસો બેઠા હતા તેમણે પણ પ્રભુશ્રીને ઠપકો આપનાર મુમુક્ષુને કહ્યું તમે ચાલ્યા જાઓ, નહીં તો આ માણસ તમારી ઇજ્જત લેશે. કારણ આ માણસથી તમારા વચનો
સહન થતા નથી. તેથી તે ચાલ્યા ગયા હતા.
જાણે કંઈ થયું જ નથી એવો શાંતભાવ પ્રભુશ્રીએ શાંતપણે બધું સાંભળ્યા કર્યું; એક શબ્દ પણ ઉચ્ચાર્યો કે અંતર દુભાયું હોય તેવું કોઈ ચિહ્ન અમને જળાયું નહીં અને જાણે કંઈ જ થયું નથી તેમ શાંતભાવમાં જ બિરાજેલા હતા. પોતાને દયાની લાગણી સામા જીવ ઉપર પણી હોય પણ શું કરી શકે? જેવો જીવનો કર્મ ઉદય હોય તેમ થાય છે. પછી અમે પ્રભુશ્રીને પૂછ્યું કે આ ભગવાનદાસે તે ભાઈના સામે ક્રોથ કર્યો તો તેનું ફળ શું? એટલે પ્રભુશ્રી બોલ્યા કે ‘તે ઘર્મની લાગણીથી બોલ્યા હતા તેથી એણે ધર્મની રક્ષા કરી કહેવાય. કારણ જો ન બોલ્યા હોત તો તે ભાઈ વધારે બોલી કર્મ બાંધત, તેને અટકાવ્યા છે. છતી શક્તિએ જો ધર્મની રક્ષા ન કરે તો પાપ લાગે એવું શાસ્ત્રવચન છે.’
લગભગ બે હજાર માણસોની ભક્તિમાં હાજરી
પછી કાવિઠામાં કપાળુદેવની તિથિ ચૈત્ર વદી પના નિમિત્તે આઠ દિવસ સુધી ખેતરમાં માંડવો બાંધી ઘણી ધામધૂમ સાથે ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી. બહારગામના મુંબઈ, મંડાળા, અમદાવાદ, નરોડા, નાર, સીમરડા આદિ ઘણા ગામના તથા કાવિઠાના મળી લગભગ બે હજારેક માણસો ભક્તિમાં ભેગા થયા હતા. પછી ચોમાસાનો કાળ આવવાથી મોતી ભગત અને ભગવાનદાસના આગ્રહથી પ્રભુશ્રીએ સં.૧૯૭૫નું ચોમાસું સીમરડા કર્યું હતું. જે જાણે તે માણે
તે ચોમાસામાં સીમરડામાં પર્યુષણ ઉપર જે આઠ દિવસ ભક્તિ પ્રભુશ્રીની હાજરીમાં થઈ હતી તેનું વર્ણન કોણ કરી શકે તેમ છે! તે ભક્તિ તો કોઈ જુદા જ રૂપમાં થઈ હતી. ઘણા માણસોને પોતાના દેહનું જાણે ભાન પણ ન હોય, તેવા ગાંડા જેવા થઈ જતા. તેમાંના જે માણસો છે તેઓને પૂછતાં પણ તે ભક્તિનું અમો શું વર્ણન કરીએ! એમ કહે છે. ગોપીઓને કૃષ્ણ પરમાત્મા ઉપર કેવો પ્રેમ હતો તે બીજા જીવોને કેમ કહી શકે? તેમ આ ભક્તિનો રંગ બીજાને તે કેવી રીતે કહે ? એ તો જે જાણે તે જાણે છે અને જે જાણે છે તે જ માણે છે એમ થયું હતું. તે પર્યુષણમાં લગભગ પાંચસો સાતસો માણસો ભેગાં થયા હતાં. મિયાંગામવાળા ચુનીલાલ ધર્મચંદ, બગસરાવાળા કલ્યાણજીભાઈ તથા તેમના દીકરા મણિભાઈ આદિ તથા બીજા મંડાળા,સુરત, અમદાવાદ, નરોડા, કાવિઠા, સંદેશર આદિ ઘણા ગામોના લોકો ત્યાં ભક્તિમાં આવ્યા હતા. આવો આશ્ચર્યજનક ભક્તિનો દેખાવ જોઈ સીમરડાવાળા લોકો કહેતા કે આવી ભક્તિ તો અમે કોઈ દિવસ જોઈ નથી. સીમરડા ગામના લોકો વૈષ્ણવ સંપ્રદાયના હતા. ભક્તિ પણ રોજ કરતા હતા. છતાં આવી અલૌકિક ભક્તિ તો પહેલી વાર જોઈને ઘણા માણસો આ ભક્તિમાં જોડાયા હતાં.
૧૧૯