________________
શ્રી પારસભાઈ જૈન
અગાસ આશ્રમ
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની દિનચર્યા પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની દિનચર્યાનું દિગ્ગદર્શન મુમુક્ષુઓના અંતરમાં પુરુષાર્થ પ્રેરનાર હોવાથી જાણવા યોગ્ય છે. તેઓશ્રી એક સાચા કર્મઠ યોગી હતા. યોગી પુરુષોના વિચાર, વાણી અને વર્તન અલૌકિક હોય છે.
સતત પુરુષાર્થમય જીવના પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની હયાતીમાં પ. પૂ.શ્રી બ્રહ્મચારીજી તેમની સેવામાં જ નિશદિન રત રહેતા. સવારના ત્રણ વાગ્યે ઊઠી પ.પૂ.પ્રભુશ્રીજી પાસે ગોમ્મસાર જેવા ગહન ગ્રંથોનો સ્વાધ્યાય કરતા. બાદ સાડાચાર અથવા પાંચ વાગ્યે ભક્તિનો ક્રમ શરૂ થતો હતો.
પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાવસાન બાદ સવારની સાડાચાર વાગ્યાની ભક્તિમાં પૂજ્યશ્રીનું પઘારવું થતું. પ્રારંભમાં બોલાતાં પદો તેમજ માળા પણ તેઓશ્રી બોલાવતા. ભક્તિ પૂરી થયે સર્વ દર્શનીય સ્થાનોનાં દર્શન કરવા અર્થે પૂજ્યશ્રી અચૂક જતા. સાથે ઘણો મુમુક્ષુ સમુદાય પણ દર્શનાર્થે જતો.
મુમુક્ષુઓ સાથે દર્શનાર્થે જતાં પૂ.શ્રી બ્રહ્મચારીજી
III)
૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજીના અંતેવાસી તરીકે રહેલા પૂ.શ્રી બ્રહ્મચારીજીનું નિવાસસ્થાન પ.પૂ.પ્રભુશ્રીજીનો ઓરડો જ હતો. તે ઓરડામાં પ.પૂ.પ્રભુશ્રીજીની પાટ પાસે એક નાના ટેબલ ઉપર તેઓશ્રી અવારનવાર બિરાજતા.
૯૧