________________
空会
શ્રી ધર્મચંદજી જોરાજી
શિવગંજ
મારું અહોભાગ્ય
સં.૨૦૦૩માં મારે પહેલી વાર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં શ્રી ઓટરમલજી સાથે આવવાનું થયું. તે સમયે શ્રી આશ્રમનું ઉત્તમ ભવ્ય સ્થાન જોઈને મને ઘણો આનંદ થયો.
પછી સ્નાન વગેરે કરી, પૂજ્યશ્રીજીના સમાગમ માટે ઉપર ગયા અને પૂજ્યશ્રીજીના દર્શન થતાં અંતરમાં થયું કે મારું અહોભાગ્ય કે આવા મહાપુરુષનો મને આજે સમાગમ થયો. પછી મેં નિત્યનિયમ લીધો.
નાહવા ઘોવામાં રહ્યાં તો આત્મહિત કેમ થશે?
સંવત્ ૨૦૦૫માં હું ફરીથી આશ્રમ આવ્યો ત્યારે પૂજ્યશ્રીજી આશી પધાર્યા હતા, તેથી હું પણ આશી ગયો. બીજે દિવસે કૂવા ઉપર નાહવા ગયો. ત્યાં કપડાં ઘોતા સમય ઘણો વીત્યો તેથી હું ભક્તિમાં મોડો ગયો. ભક્તિ ચાલુ હતી. ભક્તિ પૂરી થયે મને પૂજ્યશ્રીજીએ કહ્યું : “નાહવા ઘોવામાં જ સમય ગાળીશું તો આત્મહિત કેમ થશે ?’’ તે ઠપકાથી મારી ઢીલાશથી કપડાં ઘોવાની તેમજ ટાપટીપથી રહેવાની આદત હતી તે સહેજે
૯૦
મટી ગઈ અને ઘણી સફાઈથી કપડાં ધોવામાં સમય ગાળવાનું પણ બંધ થયું.
મહાન વિભૂતિના દર્શનથી આનંદ
પૂજ્યશ્રીજી સં.૨૦૦૯માં નાસિકથી બોરીબંદર સ્ટેશને
પઘારવાના છે એવા સમાચાર મળ્યા. તેથી હું અને મારા પત્ની
બન્ને સ્ટેશને વહેલા પહોંચી ગયા. પૂજ્યશ્રી ક્યારે પધારે અને તેમના દર્શન થાય એમ રાહ જોતા હતા, એટલામાં જાણે દેવિમાનમાંથી કોઈ મહાન વિભૂતિ ન આવી હોય તેમ અમને દર્શન થયા અને ઘણો આનંદ થયો.
શાંતિ અને નીતિથી આજીવિકા મેળવવી
પછી પૂજ્યશ્રી ચોપાટી ઉપર છોટાલાલભાઈને ત્યાં પધાર્યા. અમે પણ ત્યાં ગયા. પૂજ્યશ્રીએ મને ઉપદેશ કર્યો : “શાંતિથી અને નીતિથી આજીવિકા ચાલે તેટલું મળતું હોય, તો શાંતિ રાખવી.’’ તે વચનોએ મારા ઉપર આજ સુધી અસર કરી છે, અને પ્રભુકૃપાએ શાંતિ જળવાય છે. અશાંતિના સંજોગો બને પણ તેમના વચનોથી શાંતિ રહે છે. પછી પૂજ્યશ્રીજી ચાર દિવસ મુંબઈ રોકાયા ત્યાં સુધી અમને તેઓશ્રીના ઉપદેશનો ઘણો લાભ મળ્યો હતો. પૂજ્યશ્રીએ કરેલો અનંત ઉપકાર
પૂ.શ્રી બ્રહ્મચારીજીને, પ.પૂ.પ્રભુશ્રીજીના સમાગમથી જે પરમકૃપાળુદેવમાં પરમ ભક્તિ જાગી હતી તે જ પરમ ભક્તિ ‘પ્રજ્ઞાવબોધ’ ગ્રંથમાં તેઓશ્રીએ ગાઈ છે. તેમાં ભક્તિની લહેરીઓ છૂટે છે. એવા ભક્તિયુક્ત પદો લખી પૂજ્યશ્રીએ મુમુક્ષુઓ ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. તે પદોથી મુમુક્ષુઓ પોતાની યોગ્યતા અનુસાર હિત સાધી શકે છે, મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે. રોમે ૨ોમે પરમકૃપાળુદેવ
પૂજ્યશ્રીના રોમરોમમાં પરમકૃપાળુદેવ સિવાય બીજી વાત નહોતી. જાણે પરમકૃપાળુદેવને જ હૃદયમાં ધારણ કર્યા હોય, પોતે તેમાં જ રમી રહ્યા હોય એમ બિરાજતા અને બોધ કરતા.
પૂજ્યશ્રીએ પોતે પરમકૃપાળુદેવમાં રમણતા કરી જે અપૂર્વ આનંદસુખ પ્રાપ્ત કર્યું હતું, તે પરમાનંદનું સુખ બીજા ભવ્ય જીવો પણ પ્રાપ્ત કરે તે માટે મુમુક્ષુઓને પણ પરમકૃપાળુદેવમાં પ્રેમ, પ્રીતિ, ભક્તિ કરવા વારંવાર જણાવતા. ‘પ્રજ્ઞાવબોધ'માં પણ તે જ ભક્તિ ગુંજે છે. અહો ! ધન્ય છે આવા ઉપકારી સત્પુરુષને કે જેણે આ કિંકર ઉપર તેમજ અનેક મુમુક્ષુઓ ઉપર અલૌકિક દયા વર્ષાવી છે. કોટી કોટી નમસ્કાર હો તેમના ચરણકમળમાં.