________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું નિવાસસ્થાન, આશ્રમ
મૂળ માર્ગ રત્નત્રય, એ જ જૈન ધર્મ ઇન્દોરમાં શ્રી હુકમીચંદ શેઠે બગીચામાં પોતાના નિવૃત્તિની બેઠકમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ્રશ્ન કર્યો કે “જૈન ઘર્મ શું?” ત્યારે ઉત્તરમાં તરત જ “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ પદ બઘા મુમુક્ષુઓ સાથે પોતે ગાયું હતું. તે વખતે બેઠકનાં ઓરડામાં અદ્ભુત શાંતિ વર્તી રહી હતી. સાક્ષાત્ પરમકૃપાળુદેવ એ પદ બોલી રહ્યા હોય અને શેઠને સંભળાવી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.
સમાધિમરણ કરવા રાગદ્વેષને ત્યજવા એક વાર મેં પૂ.શ્રી બ્રહ્મચારીજીને પૂછ્યું કે “મારે સમાધિમરણ માટે શું કરવું?” તરત ઉત્તર આપ્યો કે “રાગ દ્વેષ ન કરવા, જાઓ.” અર્થાત્ રાગ દ્વેષ ન કરે તો અવશ્ય કલ્યાણ.
શ્રી ઓટરમલજી
૮૯