________________
શ્રી ઓટરમલજી કે, સાટિયા
શિવગંજ
સાચા ગુરુ માટે કરેલી પ્રાર્થના સફળ (૧) આ પુરુષ નિઃસ્પૃહ છે. (૨) આ પુરુષ આમ પુરુષ છે, મોક્ષમાર્ગમાં મને છેતરશે નહીં. (૩) મને સાચા ગુરુ મળી ગયા, ભગવાને આજે મારી પ્રાર્થના સાંભળી લીધી.
આમ ત્રણે વાતોનો એક સાથે પૂ.શ્રી બ્રહ્મચારીજીના આત્મામાંથી મારા આત્મા ઉપર સહજ સ્વાભાવિકપણે પ્રતિભાસ થયો. એ એમનું ગુણાતિશયપણું હતું. હું શાંતિનાથ ભગવાન આગળ દેરાસરમાં બે વર્ષથી સાચા ગુરુની પ્રાપ્તિ માટે રોજ પ્રાર્થના કરતો. કોઈ ગૌતમસ્વામી જેવા, કોઈ હેમચંદ્રાચાર્ય જેવા સાચા ગુરુ આ કાળમાં જ્યાં હોય ત્યાંથી મને મળો. સાચા ગુરુ પાસેથી હે ભગવાન! હું આપનો સાચો ધર્મ સમજીશ. આપનો ધર્મ અતિ ગહન છે, અગાધ છે; તેથી સર્વાંગે મારાથી નહીં આરાઘાય, અંશે આરાઘીશ. જો ધર્મ આરાધીશ તો સાચો ધર્મ જ આરાધીશ અને નહીં તો ધર્મ જ નહીં આરાધું. પૂ.શ્રી બ્રહ્મચારીજીની ઉપર મુજબ પરમ કરુણા અગાસ આશ્રમમાં તેમની બેઠકના ઓરડામાં થઈ ત્યારે સાચા મોક્ષમાર્ગ માટે મને નિરાંત થઈ ગઈ. તેઓશ્રી મને તત્ત્વજ્ઞાન આપતી વખતે રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ લઈ ગયા અને કહ્યું કે ‘આપણા ગુરુ આ ‘શ્રીમદ્ રાજચંદ્ર' અને ત્યાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ પોતે ત્રણ નમસ્કાર કરી મને પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય કરાવી. મારા આમ આ સંતપુરુષના કહેવાથી મને પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય થઈ. સંતના કહેવાથી હું પરમકૃપાળુદેવનો શિષ્ય બન્યો.
અંતર ચારિત્રમાં બિરાજમાન પરમાત્મા
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના પવિત્ર ચરણકમળમાં હજારો નમસ્કાર કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, પણ જ્યારે હું
તેમના પવિત્ર પાદમાં નમસ્કાર કરતો ત્યારે ત્યારે તેઓશ્રી પોતે પરમ નિઃસ્પૃહભાવે, પરમ અસંગભાવે, સહજ સ્વરૂપે મારા બધા નમસ્કાર પરમકૃપાળુદેવને પહોંચાડી રહ્યા છે, એવો સ્પષ્ટ ભાસ થતો. તેમના અંતર ચારિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ થવાથી તેમના અંતઃકરણમાં બિરાજમાન પરમાત્મા સાથે ઐક્ય ભાવ થતો. પૂજ્યશ્રીની અનુભવાત્મક વાણીનો પ્રભાવ
તેઓશ્રીની વાણી સહજ સ્વભાવે પ્રકાશ પામતી, આત્માના શુદ્ધ ઉપયોગને સ્પર્શ કરતી. તે શાંતરસગર્ભિત વાણીનું શ્રવણ કરતા જ રહીએ, તે વાણીરૂપી અમૃતનું આત્મામાં સીંચન
૮૮
કરતા જ રહીએ એમ તેમના પરમ સત્સંગમાં થયા કરતું. ‘સહજ વિશુદ્ધો અનુભવ વયણ જે.' સહજ સ્વરૂપે સ્થિત આત્માના શુદ્ધ ઉપયોગે ઉદય પામતી તેમની અનુભવાત્મક વાણીથી આ આત્મા પાવન થતો. તેઓ સદૈવ સહજ સમાધિયુક્ત દેખાતા, મોક્ષમૂર્તિ સમા દેખાતા. તેમના દર્શનમાત્રથી સર્વ વિકલ્પો રામાઈ જતા.
સ્વહસ્તે પરમકૃપાળુદેવની સ્થાપના
પરમ કરુણા કરી આ આત્માની અરજ સાંભળી, તેઓ અમારે ઘેર શિવગંજ પધાર્યા અને પરમ કૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના સ્વહસ્તે (અમારા ઘરે) કરી. તે વખતે ત્રણચાર દિવસ અમારે ત્યાં રોકાયા હતા. ફરી વાર આહોરથી આશ્રમ જતાં વચ્ચે અમારા ઘરે બે-ત્રણ કલાક માટે હેતે આવ્યા હાલી ચાલી' સ્વેચ્છાએ અચાનક પધાર્યા હતા. સાથે ઘણા મુમુક્ષુઓ પણ હતા. તે વખતે હૈં ઘરે નહોતો. ઘેર સ્થાપિત થયેલ ચિત્રપટ આગળ ભક્તિ કરી આશ્રમ પધાર્યા હતા.
સાંગોપાંગ નીતિની પુષ્ટિ
મને વખતોવખત સાંગોપાંગ નીતિની પુષ્ટિ કરાવી વ્યવસાય માટે કહેતા કે, “તમને પૈસા નહીં બચાવે, પણ ધર્મ બચાવશે.'' એવી રીતે પરમ સંતોષનો ઉપદેશ આપી મને કૃતકૃત્ય કર્યો હતો, અને આશીર્વાદ આપતા ગયા હતા કે જે જાનું ગયું તે સારું થયું ! બધું નવું થશે. મને નાનપણથી જ સાંગોપાંગ નીતિના વિચારો રહ્યા કરતા અને તેમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી દ્વારા ન્યાયનીતિની વિચારણાને પુષ્ટિ મળવાથી આત્મામાં ઘણો જ આનંદ વર્તે છે.
પરમકૃપાળુદેવ પ્રત્યક્ષ
આબુ બિરાજ્યા હતા ત્યારે એક વાર મેં સહજ પ્રશ્ન કર્યો હતો કે : “પરમકૃપાળુ દેવ પ્રત્યક્ષ છે?’’ તરત ઉત્તર મળ્યો કે “મ, પ્રત્યક્ષ છે."
જૂનાગઢમાં પહાડ ઉપર દેરાસરમાં પોતે એક સ્તવન બોલાવ્યું હતું : “દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ સખી મુને દેખણ દે.” પરમ શાંતિથી, સહજ ભાવે, મધુર વચને, જાણે ભગવાન સાથે વાત કરતા હોય તેમ બોલાવરાવ્યું હતું. જરા પણ કૃત્રિમતા નહીં, વિકૃતિ નહીં. તેમની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ત્યારે દૃષ્ટિગોચર થતા, હૃદયગત થતા.