SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાવજીભાઈ છગનભાઈ દેસાઈ અગાસ આશ્રમ ઉપદેશામૃતનું કાર્ય પૂજ્યશ્રીના હાથે સંતશિરોમણિ પ્રભુશ્રીજીની સેવામાં સર્વાર્પણપણે જીવન સમર્પી પરમકૃપાળુદેવની આજ્ઞા આરાઘનાર તથા મુમુક્ષુઓને પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધન પ્રત્યે વાળવા પ્રયત્નશીલ થઈ સેવા અર્પનાર અઘ્યાત્મપ્રેમી સદ્ગત પૂ. શ્રી બ્રહ્મચારીજીએ આ ગ્રંથના સંપાદન કાર્યમાં ઘણા ઉલ્લાસથી અને ખંતથી પોતાની સર્વ શક્તિ અને સમયનો ભોગ આપી પરિશ્રમ લીધો છે. જેથી આ ગ્રંથ પ્રકાશનનો સર્વ યશ તેમને જ ઘટે છે. તેમની દોરવણી પ્રમાણે આ ગ્રંથ (ઉપદેશામૃત) સંપાદિત થયો છે. તેના ફળરૂપે આજે આ ગ્રંથ મુમુક્ષુઓને સાદર કરતાં આનંદ ઊપજે છે. પરંતુ તે સાથે અત્યંત ખેદની વાત એ છે કે આ ગ્રંથ તૈયાર થઈ મુમુક્ષુઓના કરકમળમાં આવે તે પહેલાં એ પવિત્ર આત્માનો દેહોત્સર્ગ થયો. વીતરાગશ્રુત-પ્રકાશનરૂપ આશ્રમના ગ્રંથ પ્રકાશનમાં તેમણે જીવન પર્યંત આપેલી સર્વોત્તમ સેવાઓ માટે તેમને ધન્યવાદપૂર્વક અત્રે સ્મૃતિઅંજલિ અર્પવી ઘટે છે. –‘ઉપદેશામૃત’ નિવેદનમાંથી (પૃ.૫) ૫૨મકૃપાળુદેવ પ્રત્યે જ સ્થિર થવાનો ઉપદેશ પ.પૂ.પ્રભુશ્રીએ પોતાની હયાતી દરમિયાન જેમ એક જ પરમકૃપાળુદેવની શ્રદ્ધા, ભક્તિ, ઉપાસનામાં સ્થિર થવા વારંવાર ઉપદેશ આપ્યો છે, તેમાં જ સાધકનું પરમ આત્મહિત રહ્યું છે, એમ ઉપદેશ્યું છે. તેમ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પણ એક પરમકૃપાળુદેવ ઉ૫૨ જ સ્થિર થવાનું વારંવાર દૃઢતાપૂર્વક જણાવ્યા કર્યું છે. પરમકૃપાળુદેવ અને પ.પૂ.પ્રભુશ્રીજીના યોગબળે આ મૂળ માર્ગ રત્નત્રય આશ્રમ થયો, વિકાસ પામ્યો અને વર્તમાન ઉન્નતિએ આવી પહોંચ્યો. તે માટે આશ્રમ તેમનો જેવી રીતે અત્યંત આભારી છે, તેવી જ રીતે પ.પૂ.પ્રભુશ્રીના દેહોત્સર્ગ પછી પણ તેમની આજ્ઞાનુસાર જેમણે મુમુક્ષુઓની ઉન્નતિમાં પોતાની નિષ્કામ સેવાનો ફાળો આપ્યો છે એવા પૂ.શ્રી બ્રહ્મચારીજીનો....પણ આ આશ્રમ તેટલો જ આભારી છે. (‘સુવર્ણ મહોત્સવ'માંથી) કાયોત્સર્ગમાં દેહત્યાગ શ્રી સનાતન મોક્ષમાર્ગના ઉદ્ધારક પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રદેવના અનન્ય આજ્ઞાઉપાસક આત્મનિષ્ઠ મહર્ષિ શ્રીમદ્ લઘુરાજ સ્વામીના પરમ પુનિત ચરણોપાસક અને તેમની સેવામાં સર્વાર્પણપણે જીવન અર્પણ કરી સ્વપરહિત માટે જ સદાય પ્રવર્તતા, સતત ઉલ્લાસ અને ખંતથી પરમાર્થપ્રેમી મુમુક્ષુજનોને સદાય ૮૫ પરમાર્થના પ્રે૨ દ્યોતક નીવડનાર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ)માં બિરાજતા અઘ્યાત્મપ્રેમી પૂ.શ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજીનો સંવત ૨૦૧૦ કાર્તિક સુદ ૭ના શુક્રવારે સાંજના ૫.૪૦ કલાકે સમાધિપૂર્વક કાયોત્સર્ગમાં એકાએક દેહત્યાગ થવાથી સર્વ મુમુક્ષુ સમુદાયને પરમખેદનું કારણ બન્યું છે. મુમુક્ષુઓની અંજલિ તેઓશ્રીનો જન્મ બાંધણી ગામે ચરોતરની પાટીદાર કોમમાં થયેલો. તે આશ્રમમાં સને ૧૯૨૨-૨૩માં આવેલા. અત્રે તેઓશ્રીની અંતિમ વિધિ પ્રસંગે એકત્ર થયેલા સેંકડો મુમુક્ષુઓના ભાવભીના હૃદયમાં અત્યંત આઘાત અનુભવાયો છે. આ પ્રસંગે અગાસ આશ્રમના વિદ્વાન ટ્રસ્ટી શ્રી અમૃતલાલ પરીખજીએ તેઓશ્રીને નીચે પ્રમાણે અંજલિ આપી હતી. પવિત્ર આત્માના પવિત્ર ગુણો આજના આ પ્રસંગે મારું હૃદય બહુ ભરાઈ આવેલ છે. એટલે વધારે તો કહી શકતો નથી. આ પવિત્ર આત્માના પ્રત્યેક ગુણનું વર્ણન કરું તો બહુ વખત લાગી જાય તેમ છે. કોઈ પણ પવિત્ર આત્માની કિંમત તેના જીવનકાળમાં આપણે આંકી શકતા નથી. પણ જેમ જેમ કાળ જાય છે તેમ તેમ તેની કિંમત આપણે શાંતિથી આંકતા જઈએ છીએ. પરમ કૃપાળુ મહાવીરના સનાતન મૂળ આત્મધર્મનો ઉદ્ધાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ આ કાળમાં કર્યો છે. અને તેનો ઉદ્યોત પરમકૃપાળુ આત્મનિષ્ઠ શ્રીમદ્ લઘુરાજજીએ એકનિષ્ઠપણે જીવનપર્યંત કર્યો છે. આ પરમકૃપાળુ શ્રીમદ્ લઘુરાજજીને, એકનિષ્ઠપણે, માનપૂજાને અવગણી, નિઃસ્પૃહપણે, સર્વાર્પણપણે, આજ્ઞાંકિતપણે આ પવિત્ર આત્માએ અનન્ય સેવા આપેલ છે. પરમાત્મપદના આનંદમાં પોતે ઝીલ્યા અને ઝીલાવ્યા પરમકૃપાળુ લઘુરાજજીના દેહાવસાન પછી લગભગ સત્તર વર્ષ સુધી પરમાત્મપદના આનંદમાં અતિ ઉલ્લાસપૂર્વક પોતે ઝીલ્યા અને આપણ સર્વ મુમુક્ષુઓને ઝિલાવ્યા. તે માટે સ્વપરહિતાર્થે જ અપ્રમત્તપણે જેણે જીવન ગાળ્યું એવા આ પાવન આત્માની ગુણસ્મૃતિ શું કરી શકાય? છતાં તે બદલ મારા વતી અને આપ સર્વની વતી ભક્તિભર ચિત્તથી, ઉત્તમગતિ વરેલ એવા આ પવિત્ર આત્માને છેવટની અંજલિ આપું છું. આ જગતમાં આ પવિત્ર આત્મધર્મનો જય થાઓ!
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy