________________
શ્રી નાથાભાઈ ભીખાભાઈ સુથાર
સુણાવ પૂજ્યશ્રીની પ્રેરણાથી સુણાવમાં પાઠશાળા
મને જ લખવા કેમ કહ્યું તે સમજાણું
આત્મસિદ્ધિના ગદ્ય અંગ્રેજીકરણ વખતે મને ક્યાંથી ખ્યાલ હોય કે આવા વહાલસોયા વડીલ ગુરુ ત્યાર પછી આશરે ૧૫ દિવસ પછી દેહ છોડી જશે. તે સમાચાર ભાઈ શ્રી શાંતિલાલે મને વડોદરા કહ્યા ત્યારે મને કંઈક ખ્યાલ આવ્યો કે આત્મસિદ્ધિના અંગ્રેજી અનુવાદ સાથે તેની પ્રસ્તાવના વગેરે મને જ લખવા તેમણે કેમ કહેલું. અતિપ્રિય સપુરુષને મારા વારંવાર નમસ્કાર
હવે તેઓ આશ્રમમાં સદેહે નહીં મળે તેથી ઘણું દુઃખ અનુભવેલું અને હું તથા ભાઈ શ્રી શાંતિલાલ તરત જ આશ્રમમાં આવ્યા અને તેમના દેહની અગ્નિસંસ્કાર ક્રિયા વખતે હાજર રહી, તેમને ત્યાં નમસ્કાર કરી, પ્રદક્ષિણા કરી અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો તેની તેમની ચિતા સમક્ષ અમે માફી માગી. તે અતિપ્રિય પુરુષને મારા વારંવાર નમસ્કાર હો.
પ.પૂ.બ્રહ્મચારીજી સુણાવ એક માસ ને બે દિવસ રોકાયા હતા. તે વખતે તેઓશ્રી બોઘ આપતા અને ઘણા ઉલ્લાસ ભાવથી મુમુક્ષુઓ ભક્તિ ભજન કરતા હતા.
તેઓશ્રીની પ્રેરણાથી અમોએ સુણાવમાં ૪-૫ વર્ષ પાઠશાળા ચલાવી હતી.
એક વાર પૂજ્યશ્રી દંતાલી ચાલીને જતા હતા. ત્યારે રેલવે ગરનાળા પાસે સાયકલ ઉપર એક બાળક આવતો હતો. તેને બચાવવા જતાં પોતે બાજુ પર ખસી જતાં ઢીંચણમાં છોલાયું હતું અને આંગળીએ લોહી પણ નીકળ્યું હતું. છતાં તેની કંઈ પણ દરકાર કર્યા વિના તેઓશ્રી મંત્ર બોલતા સીઘા દંતાલી ગયા હતા.
આશ્રમમાં પગ મૂકો ત્યારે પૂનમ ગણવી
એક વાર સુણાવના ફૂલાભાઈ કુબેરભાઈ પટેલ અને હું પૂનમ જાણીને અગાસ આશ્રમમાં ગયા. પણ તે દિવસે પૂનમને બદલે પડવો હતો. ફૂલાકાકા બોલ્યા : “ભીખુ, આજે તો પૂનમ નથી, પડવો છે.” તે વખતે પ.પૂ.બ્રહ્મચારીજી સહેજે બહાર આવતાં અમારી આ વાત સાંભળીને બોલ્યા : “જ્યારે જ્યારે આશ્રમમાં પગ મૂકો ત્યારે પૂનમ ગણવી. ઉલ્લાસભાવ રાખવો.”
ચહેશે શાંત અને તેજસ્વી. તેઓશ્રી મને પદો, પત્રો, મુખપાઠ કરવા માટે નિશાની કરી આપતા. તેઓશ્રીનો ચહેરો શાંત, લલાટ તેજસ્વી અને આંખો પણ બ્રહ્મચર્યના તેજથી ખીલી ઊઠી હતી.
તેઓશ્રીના દેહોત્સર્ગના સમાચાર મળતાં જ હું અને ગોરઘનભાઈ વલ્લભભાઈ પટેલ બન્ને સુણાવથી ચાલતાં આશ્રમમાં રાત્રે બે વાગે આવી પહોંચ્યા હતા. તે વખતે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને રાજમંદિરના નીચેના દરવાજામાં બિરાજમાન કરી તેમની આગળ મંત્ર સ્મરણની ધૂન ચાલતી હતી, ત્યાં બેઠા હતા. બીજે દિવસે બપોરે પૂજ્યશ્રીના અગ્નિસંસ્કારનો વિધિ પૂર્ણ કરી શોક સહિત ઘરે ગયા હતા.
૮૪