________________
પરમકૃપાળુદેવે ભવિષ્ય ભાખેલું કે ‘પ્રજ્ઞાવબોધ' કોઈ ક૨શે
કડીએ કડીએ પરમકૃપાળુદેવના ગુણગાન ‘પ્રજ્ઞાવબોઘ’ : શ્રી પરમકૃપાળુદેવે ભવિષ્ય ભાખેલું કે ‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ભિન્ન છે. તે કોઈ કરશે. તેના મથાળા પરમકૃપાળુદેવે લખેલા તે ઉપરથી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ રચ્યો. જુદા જુદા ગેય રાગોમાં, છંદમાં અને પરમકૃપાળુદેવે આપેલા વિષયોમાં તે રચાયો છે. પણ ક્યાંયે પોતાનું નામ નથી લખ્યું. જેમ રામચરિતમાનસમાં લીટીએ લીટીએ શ્રી રામજીને ગાયા છે, જેમ ભાગવતમાં શ્લોકે શ્લોકે ભગવાન વિષ્ણુને ગાયા છે, તેમ પ્રજ્ઞાવબોધની કડીએ કડીએ પરમકૃપાળુ પરમાત્માને ગાયા છે. દરેક પાઠની પહેલી કડી પરમ કૃપાળુદેવની સ્તુતિરૂપે છે, તે ઘણું કરીને ધ્રુવપદે ફરી ફરી આવે છે.
પ.પૂ.શ્રી બ્રહ્મચારીજીની આગળ કોઈ વ્યાવાહારિક વાત કરીએ તો તેને પોષણ ન મળે પણ યુક્તિથી તે વાત ફેરવી નાખી પારમાર્થિક બનાવે.
૫૨મકૃપાળુ દેવના માર્ગને પ્રકાશમાં આણનાર
આ પુરુષે પરમકૃપાળુદેવના માર્ગને પ્રકાશમાં આણ્યો છે. પોતે પાયાની ઇંટ થઈને રહ્યા છે. તેમના હાથે ઘણાં મંદિર સ્થપાયાં. પણ ક્યાંય પોતાનું નામ નહીં. પોતે જાણે કંઈ છે જ નહીં એમ જાણી પરમકૃપાળુદેવમાં વિલીન થઈ ગયા.
તેઓશ્રી હજારો મુમુક્ષુઓના પરિચયમાં આવેલા છતાં દરેકના નામ, ઠામ, ગામ, સ્વભાવથી પ્રાયે વાકેફ હતા.
પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં આવ્યા તે સાચા સેવાભાવથી; નામના કે કોઈ પણ ભૌતિક લાલચથી નહીં. આ મહાપુરુષે આશ્રમને પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું.
‘ઉપકારી કો નહિં વીસરીએ'
આવા મહાપુરુષ પોતાનાં વખાણ કદી ન કરે. પણ આપણે ‘નગુણા’ ન થવું જોઈએ. ઉપકારીનો ઉપકાર ભૂલવો ન જોઈએ. કાયોત્સર્ગ મુદ્રામાં દેહત્યાગ
આ પુરુષ આખી જિંદગી કૃપાળુદેવમાં વિલીન થઈને
A
૮૨
જીવ્યા, અને અંતે દેહોત્સર્ગ પણ તેમના જ ચરણમાં–તેમની જ વીતરાગ મુદ્રા સમક્ષ કાયોત્સર્ગ મુદ્રામાં કર્યો.
આ પુરુષે પોતાના પૂર્વના મહાપુરુષોના ગુણગ્રામ – ભક્તિ કરી છે, અને તેમની ભક્તિ કરવા સર્વને જણાવ્યું છે. જેમ હનુમાનને યાદ કરતાં શ્રી રામજીની ભક્તિ અને બહુમાન થાય જ, તેમ પૂ.શ્રી બ્રહ્મચારીજીના નામ સાથે પરમકૃપાળુ પરમાત્મા અને પ.પૂ.પ્રભુશ્રીજી યાદ આવે જ.
બધા આશ્રમો પરમકૃપાળુદેવના નામથી ચાલે
સ્વામી શ્રી વિવેકાનંદને કારણે તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસનું નામ વધારે પ્રગટમાં આવ્યું છે, ઢંકાઈ ગયું નથી. તેમના બધા મિશનો ‘રામકૃષ્ણ મિશન’ના નામે ચાલે છે. તેમ આ ઉપકારી પુરુષો વડે પરમકૃપાળુ પરમાત્માનો વીતરાગ માર્ગ વિશેષ વિશેષ પ્રગટમાં આવ્યો છે. બધા આશ્રમો વગેરે પરમકૃપાળુદેવના નામે જ ચાલે છે.
દેહોત્સર્ગ પછી આખી રાત ભક્તિ
પૂ.શ્રી બ્રહ્મચારીજીના દેહોત્સર્ગના સમાચાર સાંભળતા હું આશ્રમમાં પહોંચી ગયો. આખી રાત વચલે દરવાજે રાજમંદિરની નીચે ભક્તિ કરી. બીજે દિવસે આશ્રમની ચારે બાજુ સ્મશાનયાત્રા વરઘોડારૂપે કાઢી. હાલ જ્યાં તેઓશ્રીનું સમાધિસ્થાન છે ત્યાં અગ્નિસંસ્કાર બપોરે થયેલો.
“પુન્નત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ મનોહર સંત સેવા વિરહથી નહિં કંઈ ગમે. એ જ્ઞાનમૂń હૃદય સ્ફુરતી આંખ પૂરતી આંસુથી, નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી.” -પ્રજ્ઞાવબોધ પુષ્પ ૨૫ તેઓશ્રીના સંસર્ગમાં મારે ઘણું રહેવાનું બનતું. કોઈ પણ પુરુષના પ્રત્યક્ષ સમાગમની મારા ઉપર વિશેષ ઊંચી સારી છાપ પડી હોય તો તે પૂ.શ્રી બ્રહ્મચારીજીની.