________________
શ્રી ડાહ્યાભાઈ નારણભાઈ પટેલ
સીમરડા
ક
દેહનો ભરોસો કરવા જેવો નથી
સીમરડા નિવાસ દરમ્યાન એક વાર પૂ.શ્રી બ્રહ્મચારીજી સવારના પહોરમાં એકાદ ગાઉ દૂર ખેતરમાં દિશાએ ગયા હતા. ત્યાંથી પાછા વળતાં, ખેતરમાં એક મુમુક્ષુભાઈનો છોકરો (વિઠ્ઠલ સોમા) કંઈક કામે ગયો હશે તે સામે મળ્યો. તેને પૂજ્યશ્રીએ બોલાવ્યો અને એક રાયણના ઝાડ નીચે તેને મંત્ર સ્મરણ તથા ત્રણ પાઠની આજ્ઞા આપી, અને કહ્યું કે દેહનો ભરોસો કરવા જેવો નથી. તે છોકરો ૧૫-૨૦ દિવસ પછી ટૂંકી માંદગી ભોગવી મરી ગયો હતો.
૭૪