________________
કોઈ દિવસ સૂતેલા જોયા નહીં
સીમરડામાં પૂ.શ્રી બ્રહ્મચારીજીને ભગતજીના ઘરે ઉતારો આપેલ. તેમના માટે પાટ તથા ગાદલું ગોઠવ્યું હતું. પૂ.શ્રી બ્રહ્મચારીજી પાટ કઠેરા પાસે ખેંચી ગયા અને ગાદલું નીચે મૂકી દીધું અને આખી રાત તેઓ કાયોત્સર્ગમાં જ વ્યતીત કરતા. ભગતજીની ચકોર બુદ્ધિ હોવાથી રાત્રે ૩-૪ વાર ઊઠીને તપાસ કરતા. પણ કોઈ દિવસ તેમણે પૂ.શ્રી બ્રહ્મચારીજીને સૂતેલા જોયા નહોતા.
ભગતજી ચોખા દિલના માણસા સીમરડામાં એક વાર ભગતજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજી માટે મારી પાસે દૂધપાકમાં નાખવા માટે ચોખા મંગાવ્યા. હું ૧૦ વર્ષ જૂના સરસ ચોખા લાવ્યો. પણ ભગતજીને દેખાવે ન ગમવાથી તે ચોખા મને પાછા આપ્યા. તે મને ગમ્યું નહીં
ખરાબ ભાવ થયો. ૧૫-૨૦ દિવસ પછી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આશી જતાં વચ્ચે સ્મશાન પાસે પીપળા નીચે જ્યાં પૂ.પ્રભુશ્રીજી બેસતા ત્યાં બેઠા અને વળાવવા ગયેલા સીમરડાના કેટલાક મુમુક્ષુઓ પણ બેઠા. ત્યાં પૂજ્યશ્રી કહે : “શાહ મહારાજનો મંત્રી નાના ફડનવીસ હતો. તે એટલો બધો રાજહિતૈષી હતો કે કોઈ પણ વ્યક્તિ રાજાને મળવા આવે ત્યારે તેના શસ્ત્રો તે લઈ લેતો, નખ સુદ્ધાં કાપી લેતો કે જેથી રાજાને કંઈ નુકસાન કરી શકે નહીં. તેમ
ભગતજીમાં કંઈ દોષ જોશો નહીં. એમના દિલમાં કોઈને દુભવવાનો ભાવ નથી, પણ ચોકસાઈ માટે બધું કરે છે. શ્રી ડાહ્યાભાઈ એ ચોખ્ખા દિલના છે.”
૭૫