________________
વેષઘારી પોલીસ ઘરે આવ્યા
શ્રી માઘવભાઈને નનસાડ ગામે પણ ઘર અને જમીન છે. ત્યાં ભક્તિ માટે પૂ.શ્રી બ્રહ્મચારીજીને આમંત્રણ આપ્યું. પૂ.શ્રી બ્રહ્મચારીજી તેમના ઘરે આવ્યા. તે દિવસે બે જણ પોલીસ-વેશઘારી બનીને તેમના ઘરે આવ્યા, અને માઘવભાઈને કહ્યું કે : “તમારી બંદૂક મળી છે, તે વાલીયા ગામે (તાલુકાનું મુખ્ય ગામ) પોલીસ થાણે જમા છે. તે લેવા માટે તમને બોલાવે છે. માટે અમારી સાથે ચાલો.”
અત્યારે ભક્તિ કરો
શ્રી માઘવભાઈ તેમની સાથે જવા પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે રજા લેવા ગયા. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું: “હવે સાંજ પડી છે. આવેલા માણસોને જમાડી બહાર ઓટલા ઉપર સુવાડો. અત્યારે ભક્તિ કરો.” તે પ્રમાણે તેમણે કર્યું. સવારે ઊઠીને જુએ છે તો તે વેશઘારી પોલીસો ભાગી ગયા હતા. પાછળથી ખબર પડી કે તેઓ વેરભાવથી શ્રી માઘવભાઈને રસ્તામાં મારી નાખવા માટે લેવા આવ્યા હતા. આ
બનાવોથી માઘવભાઈને પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના વચન ઉપર અડગ વિશ્વાસ અને શ્રદ્ધા થઈ હતી.
શ્રી નરોત્તમભાઈ