________________
આજની રાત રોકાઈ જાઓ
સંવત્ ૨૦૦૯માં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી સુરત જિલ્લામાં મુમુક્ષુઓના આમંત્રણથી પરમકૃપાળુદેવ તથા પૂ.શ્રી પ્રભુશ્રીજીના ચિત્રપટોની સ્થાપના કરવા પઘારેલા, ત્યારે પથરાડિયા ગામે ગયેલા. હું પણ ત્યાં હતો, ત્યાં શ્રી માઘવભાઈ ખુશાલભાઈ નનસાડવાળા પણ સત્સંગ અર્થે આવેલા. માઘવભાઈની રાજપીપળા જિલ્લામાં ચીખલી ગામે જમીન તેમજ મકાન પણ છે. ચીખલી ગામે જવા પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે તેઓ રજા લેવા ગયા, ત્યારે તેઓશ્રીએ માઘવભાઈને સહજ જણાવ્યું કે : “આજની રાત રોકાઈ જાઓ.” એટલે માઘવભાઈ પથરાડિયા રાત રોકાઈ ગયા.
ચીખલીગામે ઘાડ પડી
તે જ રાતે ચીખલી ગામે તેમના ઘરે ઘાડ પડી. ઘાડપાડુઓએ તિજોરી તોડવા માંડી, પણ તે તૂટી નહીં. તેથી ત્યાં રહેલા નોકરોને માર માર્યો. પણ આજુબાજુથી લોકો ભેગા થતાં ઘાડપાડુઓને ભાગી જવું પડ્યું. માઘવભાઈની બંદૂક પણ ઘાડપાડુઓ સાથે લેતા ગયા. બીજે દિવસે તેઓ ચીખલી ગામે પોતાને ઘેર ગયા ત્યારે બધી હકીકત જાણવા મળી. અને મનમાં
થયું કે હું પોતે ત્યાં હોત તો મારા બુરા હાલ થાત. અને તિજોરીની ચાવી ન આપત તો કદાચ મારી પણ
નાખત.
શ્રી માઘવભાઈ