________________
શ્રી શનાભાઈ મથુરભાઈ પટેલ
અગાસ આશ્રમ
ગુરુ કહે તેમ કરવું એક વખત પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે હું અને શ્રી શાંતિભાઈ પટેલ આશ્રમ બહાર ગયેલા. ત્યારે રસ્તામાં તેઓશ્રીએ કહ્યું :
“એક વાર પૂ.પ્રભુશ્રીજીએ મને કહ્યું કે આ ઢીંચણ પર પગ મૂક. મેં મૂક્યો નહીં. પછી જીભ બહાર કાઢીને બતાવી અને કહ્યું : લે, ત્યારે જીભ ઉપર મૂક. પછી મેં ઢીંચણ પર પગ મૂક્યો.” પૂજ્યશ્રી ધ્યાનમાં, સામે મોટો સાપ ફેણ ચઢાવીને
આટલી વાત કરી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા પછી અમને કહ્યું કે અહીં બેસો અને પોતે આગળ ગયા. “અપૂર્વ અવસર’ બોલવાનું અમને જણાવ્યું. થોડીવારમાં એક માણસ સામેની દિશામાંથી આવ્યો અને પૂ.બ્રહ્મચારીજીને દીઠા તેથી તે તરફ ગયો. થોડી જ વારમાં તે ગભરાયેલો દોડતો દોડતો પાછો આવ્યો. તેને આગળ વધતો રોકી મેં પૂછ્યું કે શું છે? ત્યારે તેણે જણાવ્યું કે ત્યાં કોઈ મહાત્મા ધ્યાનમાં ઉભા છે. તેમની સામે મોટો સાપ ફેણ
ચઢાવીને બેઠેલો છે. તેથી ડરીને હું ભાગ્યો છું. પછી અમને મનમાં ઘણા વિકલ્પ થયા પરંતુ તેઓએ અહીં જ રોકાવાનું કહ્યું હતું તેથી અમે આગળ ગયા નહીં. થોડી વાર બાદ તેઓશ્રી પઘાર્યા. પછી રસ્તામાં પાછા ફરતાં અમને જણાવ્યું કે :
હિંસક પશુઓ અમને નુકસાન ન કરે “પરમકૃપાળુદેવ ઈડરના પહાડ પર હતા ત્યારે મુનિઓ સાથે હતા. તેમને અમુક સ્થળે રોકાવાનું જણાવી તેઓ આગળ ગયા. ત્યારે પ્રભુશ્રીજી રાયણના ઊંચા ઝાડ ઉપર ચઢીને જોવા લાગ્યા, તો પરમકૃપાળુ દેવ ધ્યાનમાં બેઠા હતા;
ત્યાં એક જંગલી જાનવર આવ્યું અને પરમકૃપાળુદેવની ચારે બાજા પ્રદક્ષિણા આપી સામે થોડીવાર બેઠું અને ચાલ્યું ગયું. જ્યારે પરમકૃપાળુદેવ પાછા આવ્યા ત્યારે મુનિઓને જણાવ્યું
કે હિંસક પશુ અમને નુકસાન ન કરે, બીજાને નુકસાન કરી પણ બેસે.” આ વાત ઉપરથી
અમારા મનનું સમાધાન થયું શ્રી શનાભાઈ હતું.
૬