________________
શ્રી મણિભાઈ ફુલાભાઈ પટેલ
સુણાવ
અનાજનો વ્યાપાર પાપનો છે
પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી ઘણું કરીને સંવત્ ૧૯૯૫ના ઉનાળામાં ખેડબ્રહ્મા પધારેલા ત્યારે સ્ટશને સોજિત્રાવાળા રાવજીભાઈને ત્યાં બપોરે જમી અંબાજી માતાજીની ધર્મશાળામાં આરામ કરવા સંઘ સાથે પધારેલા. ત્યાં મારી દુકાન અનાજ કરિયાણાની હતી. તે વખતે મારા ગામ સુણાવના પૂ.બેચરકાકા મારી દુકાન ખોળતા ખોળતા આવેલા. આશ્રમથી સંઘ આવેલો જાણી આનંદ થયો. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની આ મુલાકાત મારા માટે સૌ પ્રથમ હતી. પણ તેઓશ્રીનું નિરભિમાનપૂર્ણ તથા ત્યાગ જોઈ મને લાગ્યું કે આ કોઈ અસાધારણ વ્યક્તિ છે. તેઓશ્રીએ મને પૂછ્યું : “શાનો વેપાર કરે છે ?’’ મેં જણાવ્યું ‘અનાજ કરિયાણાનો, તૈયાર સીધું સામાનનો.’’ ત્યારે તેઓશ્રીએ મને જણાવ્યું કે “અનાજનો વેપાર પાપનો છે.’' સંજોગવશાત્ તે વેપારને ૧૦-૧૨ વર્ષ મારે ચલાવવો પડ્યો પરંતુ તેઓશ્રીની શિખામણથી તે વેપારનો મારા અંતઃકરણમાં ખેદ રહેતો હતો.
00
જંગલમાં વાઘ છતાં દૂર જઈ રાત્રે ધ્યાન
ત્યાર બાદ એક વખત તેઓશ્રી ઈડર પધારેલા ત્યારે મને અગાઉથી પત્ર લખી ઈડર આવવા જણાવેલું. હું ત્યાં ગયો હતો. ત્યાં ખૂબ ભક્તિ થતી. ૨-૩ દિવસ પંટિયા પહાડ ઉપર રહ્યા હતા. ત્યાં જંગલમાં એક વાઘ રહેતો હતો તેથી બધાને સૂચના આપી હતી કે સંડાસ-પાણી માટે બહુ દૂર જશો નહીં. પરંતુ તેઓશ્રી તો રાત્રે ઘણે દૂર જઈ ધ્યાન કરતા હતા. આવી તેઓશ્રીની અડગ નિર્ભયતા જોઈ મારી શ્રદ્ધા વધુ બળવાન થઈ હતી,
આપણું કલ્યાણ, આવા નિસ્પૃહ પુરુષ જ કરી શકે
સંવત્ ૨૦૦૩ના ફાગણ માસમાં હું સૌ પ્રથમ આશ્રમ આવેલો અને વૈષ્ણવ સંપ્રદાયની રીત મુજબ રૂા.૧૦૦ – ગુરુદક્ષિણા માટે મેં તેમના ચરણમાં મૂક્યા. તેઓએ આગ્રહ કરી પૈસા ખીસામાં પાછા મૂકાવ્યા અને પૂછ્યું કે “તું તારી દુકાને દ૨૨ોજ કેટલા કમાય છે?’’ મેં જવાબ આપ્યો કે ૧૦-૧૨ રૂપિયા કમાવાય.'' ત્યારે તેઓશ્રીએ કહ્યું : “તું એમ સમજ કે મારી દુકાન ૧૦ દિવસ ચાલુ જ છે. એ રૂપિયા પાછા લઈ જા અને ૧૦ દિવસ અત્રે આશ્રમમાં રહી ભક્તિ સત્સંગ કર.' આવી નિઃસ્પૃહતાવાળો પુરુષ જોઈને મને ખૂબ ખૂબ ઊંડી શ્રદ્ધા થઈ કે અત્યાર સુધી બધા જ લૂંટારા મહારાજ મળ્યા, પરંતુ આપણું સાચું હિત તો આવા સાચા નિઃસ્પૃહ પુરુષ જ કરી શકે.
૬૧
人共人人人人人人卖,