________________
એક હાર છીતુભાઈને આપો સ્થાપના વખતે હું ત્યાં હતો. મને મનમાં વિકલ્પ થયો કે પ્રભુશ્રીજીના ચિત્રપટ ઉપર ગોપાળભાઈ હાર ચઢાવે, તે જ વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ ઉપર હું ફૂલનો હાર ચઢાવું તો કેવું સુંદર થાય!એટલામાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ શ્રી રાવજીભાઈ દેસાઈને કહ્યું : “લના કરંડિયામાંથી એક હાર છીતુભાઈને આપો.” તે લઈ મેં પરમકૃપાળુદેવના ચિત્રપટને તે જ સમયે સાથે હાર ચઢાવ્યો હતો.
'
રામ
નામ
જેવા ભાવ તેવા પ્રભુ ફળે. સંવત ૨૦૦૯ના આસો મહિનામાં શ્રી દેવશીભાઈ, પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના પગ દબાવતા હતા. તે દરમ્યાન મારું ત્યાં જવું થયું. ત્યારે મને પણ મનમાં એ જ રીતે સેવા કરવાનો ભાવ થયો એટલે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “દેવશીભાઈ, છીતુભાઈને પણ કરવા દો.” પછી હું પગ દબાવવા લાગ્યો. મંત્ર “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ” સતત બોલાતો હતો. સાથે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પણ મંત્ર બોલતા હતા.
શ્રી છીતુભાઈ
પ૭