________________
શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈ પટેલ
ભુવાસણ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજીના ચિત્રપટની સ્થાપના
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસજી કે જેમને પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવે દર્શાવેલ આત્મકલ્યાણકારી આજ્ઞા જિજ્ઞાસુ ભાઈ-બહેનોને આપવાની સોંપણી કરી હતી, તે મહાપુરુષ સંબંધી અને જે જાણવા-જોવા મળ્યું છે તેમજ અનુભવમાં આવ્યું છે તે યથામતિ મુજબ જણાવું છું.
સંવત્ ૨૦૦૯ના આસો વદ બીજના દિવસે રાજમંદિરમાં પ.પૂ.પ્રભુશ્રીજીના તૈલ ચિત્રપટની સ્થાપનાનો ચઢાવો ૬૦૦ મણમાં અમારા ભાઈ ગોપાળભાઈએ લીધેલો. ગોખમાં પધરામણી વખતે શ્રી રાવજીભાઈ દેસાઈ બોલ્યા : ગોપાળભાઈ ઊઠો. ત્યારે ગોપાળભાઈએ પૂજ્યશ્રીને કહ્યું: પ્રભુ, હું તો ઘીનો ચઢાવો બોલ્યો છું. ચિત્રપટ તો આપના હાથે જ પઘરાવવાનો છે.” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું: “ચિત્રપટનો એક છેડો તમે ઝાલો.” આમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના હાથે આ ચિત્રપટની સ્થાપના થયેલ છે.
શ્રી ગોપાળભાઈ
૫૬