________________
અગાસ આશ્રમ, જેઠ સુદ ૩, સં.૨૦૦૮ જ્ઞાનીના વચનોનો સંગ્રહ હોય તો વિચાર આવે
મેં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને પૂછ્યું—“હું વાંચુ છું. પણ વિચાર નથી આવતા.’’ પૂજ્યશ્રીએ જણાવ્યું—“આવશે. મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વ્યાપાર થાય ને? તેમ પહેલાં તો જ્ઞાનીના વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવાનું છે. એ લક્ષ રાખવો. આપણે સારા થવું છે. સારી સારી વસ્તુ, ગુણકારી વસ્તુ ગ્રહણ કરવી. કોઈને દુઃખી કરવા નહીં. ઉત્તમતા, ઉદારતા કોઈની સાંભળવામાં આવે તો મારે એવા થવું છે એવી ભાવના કરવી. વિશાળ દૃષ્ટિ રાખવી. વારંવાર સાંભળ્યું હોય તો એને યાદ આવે અને સારા ભાવ થાય. લાગણી જેમ જેમ વધારે થશે તેમ તેમ પછી કેમ વર્તવું? શું કરવું? શા માટે કરવું છે? એવા વિચારો આવશે. જ્યારે ઇચ્છા જાગશે ત્યારે લાગશે કે આત્માના હિત માટે કરવું છે. એ લક્ષ થશે.
સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય રાખવો
“સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જો” સ્વરૂપનો લક્ષ રાખીને ભગવાનની આજ્ઞાએ વર્તવું. શું કરવાથી પાપ, પુણ્ય, નિર્જરા, આસ્રવ બંધ થાય છે? કેમ જીવવું? એ બધાય વિચાર કરવાના છે. આ મનુષ્ય ભવમાં ઉત્તમમાં ઉત્તમ લાભ થાય એવું કરવાનું છે. કામ કરવા બેસે તો ખબર પડે, આગળ વધે. પોતાનું જીવન કેમ ગાળવું? તેનો વિચાર બધાએ કરવાનો છે. સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય રાખી એમાંથી મારે કેમ જીવવું, એમ વિચારવું. મોહ છે ત્યાં સુધી મારે શું કરવું? એ વિચારવું. “નથી ઘર્યો દેહ વિષય વધારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.’ પહેલાં એ તો ખસેડી નાખવા છે. પંચેન્દ્રિયમાં તણાવું નથી. એમાં ખોટી નથી થવું. એની એ ગડમથલમાં જિંદગી ગાળવી નથી. મોક્ષે જવું હોય તેણે બીજા વિચાર કરવા નહીં
મનુષ્યભવની દુર્લભ ક્ષણો છે. માટે કોઈ ક્ષણે આપણને લાભ થઈ જાય તેમ કરવાનું છે. કંઈ નહીં તો સ્મરણ, વાંચવું, વિચારવું. ખોટી ટેવમાં મન ન જાય એવું કરવાનું છે. ચેતતા રહેવાની જરૂર છે. કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ થાય તો એના એ જ વિચારો આવે. આ જગત બધું એવું જ છે. મનમાં ઘર કરી જાય એવું ન કરવું. જેણે મોક્ષે જવું છે તેણે બીજા વિચાર કરવાના નથી. મોઢે કર્યું હોય તેને ફેરવવું, વિચારવું, તેના અર્થ સમજવા. તે ન સમજાય તો બીજાને પૂછવા. શ્રવણ પછી ઘારણા થાય, પછી સમજાય; ન સમજાય તેને સમજવાનો પુરુષાર્થ કરે. સમજાયું હોય તેને વિશેષ વિશેષ સમજવાનો પુરુષાર્થ કરે. એ બધા વિચારના ભેદો છે. બઘાનો સહેલો ઉપાય સત્સંગ છે. સત્સંગમાં
ન
૪૯
દોષ દેખાય. દોષ ટાળવાનો પુરુષાર્થ થાય. વિચાર જાગે, પ્રમાદમાં ન રહેવું. ગમે તેટલી હોશિયારી હોય તોયે પ્રમાદમાં ખોઈ બેસે.’’
અષાઢ સુદ ૧૨, સંવત્ ૨૦૦૮
હું દેહાદિ સ્વરૂપ નથી એમ ગોખવું ફરી મેં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને કહ્યું કે “વાંચું છું, શીખું છું, પણ વિચાર નથી આવતા.' ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે “વિચાર ન આવે તો વારંવાર હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી એમ ગોખ ગોખ કરવું. એની મેળે આવશે.
અગાસ આશ્રમ, અષાઢ વદ ૫, સંવત્ ૨૦૦૯
રુચિ જાગે ત્યારે જીવનું કલ્યાણ થાય
સવારે સભામંડપમાં વચનામૃતના વાંચન પ્રસંગે કોઈએ કહ્યું કે ‘બહુ પુણ્ય કેરા પુંજથી' એની રેકર્ડ કઢાવી હોય તો જીવોને રુચિ જાગે અને
એ તરફ વળે. પૂજ્યશ્રીએ જણાવ્યું: “ઠીક છે એ તો. એથી કંઈ કલ્યાણ થઈ જાય તેવું નથી. રુચિ જાગે ત્યારે કલ્યાણ થાય છે. ઊલટું એમ તો સામાન્યપણું થઈ જાય તેથી પછી કોઈ વેળા
અહીં આવે તોયે એને સામાન્યપણું થયેલું હોવાથી માહાત્મ્ય ન લાગે. આ તો સાંભળ્યું છે, હું ગાઉં છું ને ? એમ થઈ જાય. ગાયન ગાય તેવું આ પણ થઈ જાય.’’
સંવત્ ૨૦૦૮, પોષ વદ ૧, ગુડિવાડા ક્યાય આસક્તિ ન થાય એની સાવચેતી રાખવી ઘર્મશાળામાં ઉપ૨ની ઓરડીમાં પૂજ્યશ્રીજી ઊતર્યા હતા ત્યાં તેઓશ્રીને માટે હું ગરમ પાણીનો લોટો મૂકવા ગયો ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું ‘‘પત્રો શીખ્યા છે તે ફેરવે છે?’’
મેં કહ્યું—‘‘હાજી.’’
પૂજ્યશ્રી—“રોજ ફેરવવા. પત્રો ફેરવીએ ત્યારે વિચાર કરવો કે આમા શું કહ્યું? જગતના નિમિત્તો એવા છે કે જીવને ક્યાંનો ક્યાં લઈ જાય. આસક્તિ ન થાય એની સાવચેતી રાખવી. સમાઘિસોપાનમાંથી જે પત્રો નથી શીખ્યો તે શીખી લેજે. રોજ કંઈને કંઈ નવીન શીખવું.’’
મેં પૂછ્યું—આપ જે વાણી બોલો છો તે હું લખું છું. કંઈ વાંધો નથી ને ?’’
પૂજ્યશ્રી—“કંઈ વાંધો નહીં.’’