________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી
આજકાલ કરતાં અપૂર્વ જોગ ખોઈ બેસે આવો દુર્લભ મનુષ્ય જન્મ પામીને પ્રમાદ કરવા યોગ્ય નથી. જેઓ પરમાર્થ સાધવામાં પ્રમાદને વશ થઈ એવો વિચાર કર્યા કરે કે આજે નહીં, કાલે કરીશું; અને જ્યારે કાલ થાય ત્યારે ફરી કાલે કરીશું. આમ ને આમ કાલ-કાલ કરતાં જીવન પૂર્ણ થઈ જાય છે, તો પણ મૂઢ જીવ પ્રમાદ છોડી શકતો નથી, અને મળેલો અપૂર્વ જોગ ગુમાવી બેસે છે. જીવન પાણીના વહેણની માફક છે. પાણી વહી ગયા પછી પાછું વળતું નથી. તેમ જિંદગી ચાલી ગયા પછી કાંઈ બની શકતું નથી. ગયેલા સમયમાં કાંઈ બની શક્યું નહીં, આવનારા સમય ઉપર ભરોસો રાખવો નહીં, પરંતુ વર્તમાન સમયનો ઉપયોગ કરી લેવો.
શ્રી અંબાલાલભાઈ
४७