________________
શ્રી મનહરભાઈ ગોરધનદાસ કડીવાલા
સુરત
૫રમાર્થ સિવાય પૂજાવાનો સ્વાર્થ નહીં પ.પૂ. શ્રી બ્રહ્મચારીજી સાથેના મારા લગભગ ૧૨ વર્ષના પિરચય સંબંધમાં જણાવવાનું કે જેમ જેમ મને એમનો પરિચય થતો ગયો તેમ તેમ મને એમના ગુણો વિશેષ જણાવા લાગ્યા. એમનો પરિચય આશ્રમ સિવાય બીજા સ્થાનોમાં પણા નીચે મુજબ થયો હતો.
૧૦ દિવસ વવાગિયામાં
૩૦ દિવસ ઉંમરાટ દરિયા કિનારે
૪૦ દિવસ આબુમાં
૧૮ દિવસ ડુમસ દરિયા કિનારે
૨૩ દિવસ ડુમસ દરિયા કિનારે બીજી વાર આ સિવાય જાત્રામાં તથા આશ્રમમાં
અને મુમુક્ષુઓ રહે છે તે લગભગ દરેક સુરત જિલ્લાના ગામોમાં હું તેમની સાથે ફર્યો છું. તેમની સાથેના આ બધા પરિચયોમાં મને એક વસ્તુ સ્પષ્ટ જણાઈ કે એમને પરમાર્થ સિવાય બીજો પૂજાવવા વગેરેનો સ્વાર્થ નહોતો. એમના સમાગમ દરમ્યાન જે પ્રસંગો બન્યા છે તેમાંના થોડાક પ્રસંગો નીચે જણાવું છું –
પર્વ તિથિએ ઉપવાસ, બાકીના દિવસોમાં એકાસણું
પૂ.શ્રી બ્રહ્મચારીજી અમારી વિનંતીથી સંવત્ ૧૯૯૯ના પોષ સુદ ૧૩ના રોજ સાંજે સાત વાગ્યાની લોક્સમાં સુરત અમારે ત્યાં ચિત્રપટોની સ્થાપના નિમિત્તે પધાર્યા હતા. બીજે દિવસે ચૌદસ હતી તેથી તેઓશ્રીને ઉપવાસ હતો. પૂજ્યશ્રી બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ વગેરે તિથિએ ઉપવાસ કરતા અને બાકીના દિવસોમાં એક વખત જમતા – એકાસણું કરતા હતા. ગમે તેવા પ્રસંગમાં પણ ધીરજ રાખવી
સમજી ગયો એમ માનવાથી અટકી જવાય
અગાસ આશ્રમ, તા. ૨૬-૮-૪૬
ઇન્દોરવાળા ભાઈ પાસે વચનામૃત પત્રાંક ૪૧૬ વંચાવ્યો. “ઘ્યાનના ઘણા ઘણા પ્રકાર છે.''ત્યારે તે ભાઈએ પૂછ્યું : સમજાય પછી જ આગળ વધાયને
૪૨
પૂજ્યશ્રીએ — કૃપાળુદેવે લખ્યું છે કે “આ જીવ એક અક્ષર પણ સમજ્યો નથી.’' સમજ્યો છું એવી બુદ્ધિ કરવાથી આગળ વધતું નથી; અટકી જવાય છે.
"સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે.” (૧ પત્રાંક ૧૦૦) ઘણી વગરના ઢોર સૂના
15નો સં.૨૦૦૧
ઇન્દોરમાં પૂજ્યશ્રી સાથે બધા દેરાસરોના દર્શન કર્યાં. બીજે દિવસે સવારે શ્રી.....ના આમંત્રણથી એમના બંગલે સ્વાધ્યાયભુવનમાં ગયા. શ્રી....દિગંબર પંડિતો સાથે ‘સમયસાર’ ગ્રંથનો સ્વાધ્યાય કરતા હતા.
સાંજે અમો સુરત જવાના હોવાથી પૂજ્યશ્રીને મળવા ગયા. પૂજ્યશ્રીએ કેટલોક બોધ કર્યો અને પછી કહ્યું : “શ્રી.......ની પુન્યાઈ જોઈ? બધું કરે છે, પણ સ્વચ્છંદ છે. ‘ઘણી વગરના ઢોર સુના.’ ધન્ય છે આપણા મુમુક્ષુઓને કે જેમને માથે થિંગઘણી જેવા પરમકૃપાળુદેવ છે. એમને જરૂર દેવગતિ તો છે જ.” અગાસ આશ્રમ સં.૨૦૦૧ના પર્યુષણમાં શ્રીમદ્ રાજચંદ્ર લિખિત પત્રોનો ઉતારો
શ્રી મન્નિભાઈ કલ્યાણજી મુંબઈથી ખંભાતના શ્રી અંબાલાલ ભાઈના હાથે ઉતારેલા પત્રોનો સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' પૂનમના દિવસે બપોરે ૧૧ વાગે સ્થાપનાનું મુહર્ત લાવેલા, જે ખંભાતના મુમુક્ષુ મંડળનું પુસ્તક હતું. તે પૂજ્યશ્રીજી
હતું. સ્થાપના કરવાની હતી તે રૂમમાં વીસ દોહરાના અર્થો મને તથા ઉર્મિલા બહેનને સમજાવ્યા હતા. તે વખતે ઉર્મિલા બહેને સ્મરણમંત્ર લીઘું નહોતું તેથી તેમને ઉદ્દેશીને કહ્યું : “વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના, આત્મસિદ્ધિ તત્ત્વજ્ઞાનમાંથી વાંચવું, વિચારવું અને જ્યારે મનને બરાબર રુચે ત્યારે નિયમ લેવો.' અને સાથે કહ્યું કે, “ગમે તેવો પ્રસંગ આવે તોપણ ધીરજ રાખવી.” તે જ પૂનમને દિવસે રાત્રે ઊર્મિલા બહેનના પતિ શ્રી અમૃતલાલને ઘોડાગાડીમાં અકસ્માત થયો અને થાપાનું હાડકું ભાંગી ગયું હતું.
જોઈ રહ્યા પછી મને જોવા માટે – દર્શન માટે આપ્યું હતું. એ પુસ્તક પરમકૃપાળુદેવની આજ્ઞાથી શ્રી અંબાલાલભાઈએ બધા મુમુક્ષુઓ પાસેથી તેઓશ્રીના લખેલા પત્રો મંગાવીને તેના ઉપરથી ઉતારો કરી તૈયાર કર્યું હતું. શ્રી અંબાલાલભાઈના હસ્તાક્ષરો મોતીના દાણા જેવા એક સરખા હતા. તેમાં ઘણા પત્રોમાં પરમકૃપાળુદેવે પોતાના હાથે સુધારો કર્યો હતો, અને શ્રી અંબાલાલભાઈને કહ્યું હતું કે આ રીતે પુસ્તક છપાવવું, તે પુસ્તક ઘણું જ દર્શનીય હતું.