________________
પૂ.શ્રી. બ્રહ્મચારીજીના પરિચયમાં આવેલા મુમુક્ષુઓ દ્વારા જણાવેલ પ્રેરક પ્રસંગો
સુરતમાં પ.પૂ.પ્રભુશ્રીજી રહેલા તે મકાનમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુઓ સાથે
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી એક અધ્યાત્મયોગી પુરુષ હતા. તેમના સમાગમમાં આવનારને તેમના પ્રત્યે આશ્ચર્યભાવ સહિત પૂજ્યભાવ થતો અને તેમના ચારિત્રની મન ઉપર અવિસ્મરણીય છાપ પડતી. તેમની સહજ વાણી જિંદગી સુધી અને મૂંઝવણના પ્રસંગે માર્ગદર્શકરૂપ નીવડતી હતી. એવા પ્રસંગો તેમના સમાગમમાં આવેલા ઘણા મુમુક્ષુઓએ પોતાના આત્માર્થે લખી રાખેલા અથવા કોઈની પ્રેરણાથી કહી બતાવેલા. તે પ્રત્યક્ષ સમાગમના પ્રસંગો સર્વને પ્રેરણાદાયી હોવાથી અત્રે આપીએ છીએ.
૪૧