________________
પરમકૃપાળુદેવને મળેલા શ્રી ત્રિભુવનભાઈ ખંભાતના શ્રી ત્રિભુવનભાઈનું શરીર બરાબર નહોતું. ત્યારે મનમાં તેઓને એમ થવા લાગ્યું કે આ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમગુરુ નિગ્રંથ” જપું કે “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” જપું? છેવટે મારે શું કરવું? તેમને કૃપાળુદેવ પાસેથી મંત્ર
નહીં મળેલો. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે શ્રી ત્રિભોવનભાઈ તેમણે કહ્યું કે “આ તો કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે !” મરતાં સુધી તેઓની વૃત્તિ
પૂ.શ્રી બ્રહ્મચારીજી તેમાં જ રહી હતી. - બો.ભા.૧ (પૃ.૧૮૭) પરમકૃપાળુદેવના શરણે જ જીવન અને મરણ
પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પરમકૃપાળુદેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે; પરમકૃપાળુદેવને શરણે જ જીવવું છે અને પરમકૃપાળુદેવના શરણે જ આ દેહનો ત્યાગ કરવા યોગ્ય છે.
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પોતાના દેહોત્સર્ગના ત્રણ દિવસ પહેલા અગાસ આશ્રમમાં સંવત્ ૨૦૧૦ના કાર્તિક સુદ ૪ના રોજ બોઘમાં જણાવે છે કે –
આપણેય માથે મરણ છે ને ?
“ક્ષમાવું છું. હવે તો કોઈને કંઈ કહેવું નથી. કોઈને કોઈના દોષો કહેવા નથી. પૂછે તોય કહેવા નથી, એવું ચિત્ત થઈ ગયું છે. ....મને હવે કોઈ કહેનાર નથી. મારેજ દોષો ટાળવાના છે, એમ લાગે તો પછી દોષો કાઢે. કૃપાળુદેવે પુષ્પમાળામાં છેલ્લું એ જ લખ્યું છે કે – “દોષને ઓળખી દોષને ટાળવા. હવે તો સમાધિ મરણ કરવાનું છે. આપણેય માથે મરણ છેને?” બો.ભા.૧ (પૃ.૩૩૩) પછી દેહોત્સર્ગના આગલા દિવસે કાર્તિક સુદ ૬ના રોજ બોઘમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ફરીથી જણાવે છે :
જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે' રડવાથી અશાતા વેદની બંઘાય છે. આપણો વિચાર નથી આવતો. કાલે શું થશે તેની ખબર છે? કૃપાળુદેવનું શરણું રાખવું તો બઘાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં, આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘુંપાછું થવાનું નથી. આપ ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્યભવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને કર્મ બંઘાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે પણ રડવું નથી. રડવાથી કોઈને લાભ નથી. જેનો દેહ છૂટી ગયો હોય તેને પણ રડવાથી લાભ ન થાય. અને આપણે રડીએ તો આપણને પણ લાભ ન થાય. હરતાં ફરતાં “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” કરવું એથી બળ મળે. શૂરવીર થાય તો કર્મ આવતાંય ડરે. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ જ છે. (પત્રાંક ૮૧૯) ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રોજ મરણ સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.” બો.ભા.૧ (પૃ.૩૩૫)
દેહોત્સર્ગ દિને ઉપદેશામૃત કાર્યની પૂર્ણતા દરરોજ સવારના પ.પૂ.પ્રભુશ્રીજીના મૂળ બોઘની (ઉપદેશામૃતની) પ્રેસ કૉપી તૈયાર કરવા તેઓશ્રી ત્રણચાર મુમુક્ષુઓ સાથે બેસતા. કાર્તિક સુદ પના દિવસે તેમણે જણાવ્યું કે હવે તો સાંજે પણ બેસવું છે, જેથી કામ પૂરું થઈ જાય. તે પ્રમાણે સંવત્ ૨૦૧૦ના કાર્તિક સુદ સાતમને સાંજના તે ઉપદેશામૃતની પ્રેસ કિૉપીનું કામ પૂરું કરી લોટો લઈ જંગલમાં ગયા.
ઉપદેશામૃત
(6)
૩૧