________________
અપૂર્વ સમાધિમરણ
શ્રી રાજમંદિરમાં પરમકૃપાળુદેવ સમક્ષ કાઉસગ્ગ મુદ્રામાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનો દેહોત્સર્ગ
જંગલમાંથી રોજ કરતાં જરા વહેલા આવ્યા. હાથપગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સામે જ કાર્યોત્સર્ગ ઘ્યાનમાં ઊભા રહ્યા. તે સમયે અમુક પ્રશ્નોના ખુલાસા કરવા માટે ભાઈશ્રી ફૂલચંદભાઈ, શ્રી દેવીચંદજી, શ્રી કુસુમબેન વગેરે મુમુક્ષુઓ શ્રી રાજમંદિરમાં પૂજ્યશ્રીની પાછળ આવી ઊભા રહ્યા. તેઓશ્રીનું ઘ્યાન પ્રતિરોજ ૫-૭ મિનિટમાં પૂરું થઈ જાય. પણ આજે તો ૨૦– ૨૫ મિનિટ ચાલ્યું. જાણે હવે ધ્યાન પૂરું થશે એમ બધા વિચારમાં ઊભા હતા. તેટલામાં તો પૂજ્યશ્રીનો દેહ સાયંકાળે ૫-૪૦ મિનિટે કાર્યોત્સર્ગ મુદ્રામાં ૨-૩ વાર ડાબે જમણે કિંચિત્ ડોલાયમાન થઈ એકદમ નીચે ઢળી પડ્યો. શ્રી ફુલચંદભાઈને શંકા થવાથી હાથની નાડી તપાસી તો તેમને અનુભવથી જણાયું કે પૂજ્યશ્રીનો દેહ છટી ગયો છે. આવું પ્રત્યક્ષ નિહાળી બધા આશ્ચર્ય પામ્યા કે અહો! મરણની કેવી કપરી વેદના, તેને પણ તેમણે કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની સહન કરી, પરમ કૃપાળુદેવની સમક્ષ તેમના શરણે જ ઊભા ઊભા આ નશ્વર દેહનો ત્યાગ કરી અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું,
પવિત્ર દેહ સમક્ષ આખી રાત ભક્તિ-સ્મરણ
પશ્ચાત્ પૂજ્યશ્રીના શરીરને પાણી વગેરેથી સ્વચ્છ કરી, રાજમંદિરના નીચેના દરવાજામાં તે પવિત્ર દેહને સુખાસન મુદ્રામાં વિરાજમાન કર્યો. ત્યાં આખી રાત ભક્તિ અને સ્મરણમંત્રની ધૂન ચાલી. ઘણા સ્થળોએ તુરત જ ટેલીફોનથી તેમજ નજીકના ગામોમાં વાહનથી દેહત્યાગના સમાચાર આપવામાં આવ્યા. સવારે નવ વાગતા સુધીમાં મુમુક્ષુઓની ભારે મેદની આશ્રમમાં એકત્ર થઈ ગઈ. અગ્યાર વાગે સ્મશાનયાત્રા નીકળી. પૂજ્યશ્રીની પાલખી સઠ વરઘોડો આશ્રમની પ્રદક્ષિણા કરી એક વાગે અગ્નિસંસ્કાર સ્થળે પહોંચ્યો. ચંદનના કાષ્ટ વડે અગ્નિસંસ્કાર
અંતમાં આશ્રમના વિજ્ઞાન ટ્રસ્ટી શ્રી અમૃતલાલ પરીખે આંખમાં વિરહનાં આંસુ સહ ગુણગ્રામ કરી અંતિમ ભાવ અંજલિ અર્પી પંચાગ નમસ્કાર કર્યો. તે સમયના દૃશ્ય બધાને ભાવવિભોર કરી દીધા. પશ્ચાત્ ચંદનના લાકડાથી ખડકેલી ચિતામાં પૂજ્યશ્રીના દેને પધરાવી, અગ્નિસંસ્કાર પ.પૂ.પ્રભુશ્રીજીનો કરેલ તેમ અંતિમ વિધિ પ્રમાણે થી કોમી કરવામાં આવ્યો. તે વખતના બધા ચિત્રો અત્રે આપવામાં આવે છે !
૩૨