________________
તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાઓ ચરોતર, મારવાડ, ઘામણ વગેરે પ્રદેશોમાં યાત્રા કરી મુમુક્ષુઓને ઘર્મમાં જાગ્રત રાખતાં. યાત્રામાં સો-બસો મુમુક્ષુઓનો સંઘ પણ સાથે જોડાઈ જતો. સમેતશિખરજી, શત્રુંજય, ગિરનાર આદિની યાત્રાઓમાં તે તીર્થોનું માહાત્મ બતાવી ચતુર્થકાળનું સ્મરણ કરાવતા.
તેઓશ્રીના સાનિધ્યમાં કાવિઠા, ઘામણ, આહોર, ભાદરણ, સડોદરા વગેરે સ્થળોએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમોમાં ચિત્રપટોની સ્થાપના કરવામાં આવેલ છે. અને ઘણા મુમુક્ષુઓના ઘરોમાં પણ તેઓશ્રીના હાથે પરમકૃપાળુદેવ તથા પ.પૂ.પ્રભુશ્રીજીના ચિત્રપટોની સ્થાપના થયેલ છે.
તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસના રાજમંદિરમાં પ.પૂ.પ્રભુશ્રીજીના રંગીન ચિત્રપટની સ્થાપના પણ તેઓશ્રીના કરકમળે સંવત્ ૨૦૦૯ ના આસો વદ ૪ના શુભ દિને થયેલ છે.
સાહિત્ય સર્જન તેઓશ્રી દ્વારા રચાયેલ સાહિત્યમાં “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા’, ‘શ્રીમદ્ લઘુરાજ સ્વામી જીવનચરિત્ર', “પ્રજ્ઞાવબોઘ', “સમાધિશતક-વિવેચનઅને “આત્મસિદ્ધિ વિવેચન' મૌલિક રચનાઓ છે. તથા “પ્રવેશિકા” ગ્રંથનું સંયોજન કરેલ છે. તેમજ ભાષાંતરોમાં “સમાધિસોપાન” અને “જ્ઞાનમંજરી” ગદ્યમાં તથા તત્ત્વાર્થસાર”, “દશવૈકાલિક', “બૃહ દ્રવ્યસંગ્રહ’, ‘વિવેકબાવની', “જ્ઞાનસાર’ અને ‘લઘુયોગવાસિષ્ઠસાર' પદ્યમાં છે. તેમણે આત્મસિદ્ધિનું અંગ્રેજી પદ્યમાં પણ ભાષાંતર કરેલ છે. તેઓશ્રીએ મોક્ષમાળા ઉપર કરેલ વિવેચન ઉપરથી “મોક્ષમાળા વિવેચન'
તેમજ પરમકૃપાળુદેવના પદો ઉપર કરેલ વિવેચન ઉપરથી “નિત્યનિયમાદિ પાઠ' પુસ્તકની સંકલના થઈ છે. આઠ દ્રષ્ટિની સઝાયના વિવેચન પરથી “આઠ દ્રષ્ટિની સઝાય (અર્થ સહિત) પુસ્તક બનેલ છે. તેઓશ્રીએ આપેલ બોઘ ઉપરથી ‘બોઘામૃત ભાગ-૧” તેમજ વચનામૃત ઉપર કરેલ વિવેચન ઉપરથી “બોઘામૃત ભાગ-૨' (વચનામૃત વિવેચન) અને મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રોના સંગ્રહરૂપ “બોઘામૃત ભાગ-૩” (પત્રસુઘા) ગ્રંથનું સર્જન થયું છે.
“આલોચનાદિ પદ સંગ્રહ” માં તેઓશ્રીએ રચેલ પદ્યોમાંથી આલોચના અધિકાર, જિનવર દર્શન અધિકાર, વૈરાગ્યમણિમાળા, હૃદયપ્રદીપ, સ્વદોષ દર્શન, યોગપ્રદીપ, કર્તવ્ય ઉપદેશ, દ્વાદશ અનુપ્રેક્ષા આદિ પદ્યો પ્રકાશિત થયેલ છે.
પરમકૃપાળુદેવને પ્રગટમાં લાવનાર કોણ? એક વખત પરમકૃપાળુદેવના દીકરી જવલબેન અને તેમના દીકરા વગેરે આશ્રમમાં આવેલા. ત્યારે પૂજ્યશ્રીને પ્રશ્ન કર્યો કે - “પરમકૃપાળુદેવના થઈ ગયા બાદ પચાસ વર્ષે ઘર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને કોણ પ્રગટમાં લાવનાર છે?
ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું કે “જે પરમકૃપાળુદેવને ઈશ્વરતુલ્ય માની તેમની ભક્તિમાં જોડાયા તે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. તેઓશ્રીના (પરમકૃપાળુદેવના) વચનો ઉપરથી
શ્રીમદ્ રાજચંદ્ર
પૂ.શ્રી બ્રહ્મચારીજી ગમે તે અર્થ કરી વાત થતી હોય તો પણ પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીર સ્વામીનું હૃદય શું હતું તે જાણીએ છીએ; તેમ પરમકૃપાળુદેવનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય તેમ છે?”
શ્રી જવલબેન