________________
તે ‘પ્રજ્ઞાવબોધ'ની થોડીક કડીઓ અત્રે જોઈએ :
(રાગ : લાવણી. હે નાથ Ăલી હું ભવસાગરમાં ભટક્યો...) “શ્રી રાજચંદ્ર - પ્રભુ ચરણકમળમાં મૂકું, મુજમસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોઘપણે કરી તમે પ્રગટ સમજાવ્યો.
(રાગ : વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા)
“દેવાનંદન તો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો અમને ઉપરનારા. વંદનવિધિના જાણું તો યે, ચરણે આવી વળગુ; અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું ”દેવા (રાગ : હરિની માયા મહા બળવંતી, કોણે જીતી ન જાય જોને..)
“વંદુ શ્રી ગુરુ રાજપ્રભુને, અહો! અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાનદશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ? ભાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજજોને, બીજા રામ સમા તે માનું સારે સૌનાં કાજજોને.’’
સાવબોધ
(રાગ : હાં રે મારે ઘર્મ જિણંદશુ લાગી પૂરણ પ્રીત જો...) “હાં રે વ્હાલા રાજચંદ્ર ગુરુ જ્ઞાનીમાં મન જાય જો, ત્રિભુવન-જનનું શ્રેય ઉરે જે ધારતા ૨ લો. હાં રે તેને ચરણે નમનાં કળિમળ પાપ કપાય જો, શરણાગતના કારજસઘળાં સારતા ૨ે હોય.”
(રાગ : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતી....)
“રાજચંદ્ર ભગવાન અધ્યાતમ - યુગપતિ, તવ ચરણે સ્થિર ચિત્ત રહો મુવિનતિ; પ્રણમું થી ઉલાસ હ્રદયમાં આપને, આપની ભક્તિ અમાપ હરે ભવ-તાપને.”
અદ્ભુત સંયમ
તેમની સેવામાં રહેનાર મુમુક્ષુભાઈએ જણાવેલું કે આ ‘પ્રજ્ઞાવબોધ’ તો મોટે ભાગે તેઓશ્રી રાત્રે લખતા. મોડે સુધી પણ જાગતા. ક્યારેક થોડીવાર સુઈ જાય, વળી ઊઠીને લખે,વળી પાછા તે ના તે વિચારમાં સૂઈ જાય. પાછો વિચાર આવે તો ઊઠીને લખે. આ પ્રકારે ત્રણ વર્ષ સુધી તેના સર્જનનું કામ ચાલ્યું. બીજા એક વર્ષ સુધી લગભગ પુનઃ નિરીક્ષણ ચાલ્યું. છતાં કોઈએ પણ તેમના મુખેથી તેની એક લીટીનો સ્વર સરખો પણ સાંભળ્યો નથી. એ તેમના કેટલા અદ્ભુત સંયમનું સૂચન કરે છે. પરમ નિઃસ્પૃહ પુરુષો જ આ પ્રમાણે વર્તી શકે,
પરમ નિસ્પૃહતા
આ ‘પ્રજ્ઞાવબોધ' વિષે પરમકૃપાળુદેવે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પૃષ્ઠ ૬૬૪ ઉપર ભવિષ્ય ભાખેલ છે કે તેનો 'પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે તે કોઈક કરશે" તેમજ તેમાં વિષયો કયા રાખવા તેની સંકલના પણ પરમકૃપાળુદેવે તે ગ્રંથમાં પૃષ્ઠ ૫૫ ઉપર આપેલ છે. તદ્ અનુસાર આ ગ્રંથની રચના જુદા જુદા ગેય રાગોમાં છંદોમાં કરવામાં આવી છે. તેમાં યથાયોગ્ય સ્થાને પરમકૃપાળુદેવના પત્રોને પણ કાવ્યમાં વણી લીધા છે. તેને ગાતાં પરમકૃપાળુદેવની ભક્તિમાં મનડું ડોલી ઊઠે છે. કારણ
કે પ્રત્યેક પાઠની પહેલી કડી કૃપાળુદેવની સ્તુતિરૂપે હોય છે. અને તે સ્તુતિની પહેલી લીટી અનેવાર પાઠમાં ધ્રુવ પદે આવે છે. આવી ભાવવાહી શૈલીથી ભરપૂર આશ્ચર્યકારી રચના કરીને પણ તેઓશ્રીએ ક્યાંય પોતાનું નામ સુદ્ધા લખ્યું નથી. તે કેવી પરમ નિસ્પૃહતા.
૨૫
એ તો અનુભવીનું કામ
એક ભાઈ એક નોટમાં ‘પ્રજ્ઞાવબોધ’ રચી પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને મળ્યા અને કહ્યું : “અત્યાર સુધી પ્રજ્ઞાવબોધ બહાર પડ્યો નહીં એટલે થયું કે જેવું આવડે તેવું ચાલો લખીએ. આ લખ્યો છે તેમાં કંઈ સુધારા સૂચવવા યોગ્ય હોય તો જણાવશો.’’
પૂજ્યશ્રી તેને સામાન્ય જોઈ ગયા અને ખૂબ આત્મીયતાથી જણાવ્યું કે – ‘એ તો અનુભવીનું કામ; સ્વાઘ્યાય માટે વિચારવું તે જુદી વાત, પણ પરમકૃપાળુદેવે સંકલના યોજી છે તેમ લખવું તે તો અનુભવીનું કામ; બાકી વાણી ને વાપાણી.''
‘જીવનકળા'ની શરૂઆતમાં ‘મંગલ-વચન' શીર્ષક નીચે પૂજ્યશ્રીએ લખ્યું છે કે – “સર્વતો ભદ્ર – સ્વપરહિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે.' એમ જ્ઞાનીપુરુષના વચનોનો અંતશય તો નિરંતર ધ્યાન સ્વાધ્યાયમાં રત રહેતા એવા જ્ઞાની જ સમજાવી શકે; તે બીજાનું કામ નથી.