________________
22લું જ્ઞાન પ્રગટે,
અને સુગમ માગે .
પ્રત્યે
ભક્તિ વડે આત્મશુદ્ધિ પ્રસંગે પૂજ્યશ્રી જણાવતા કે જેટલી આત્માની શુદ્ધિ થાય તેટલું જ્ઞાન પ્રગટે; અને આત્માની કે હૃદયની શુદ્ધિ માટે ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છે અને સુગમ માર્ગ છે. જ્ઞાની પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિ થાય, પોતાનો અહંભાવ મટી જઈ તપુરુષ પ્રત્યે અભેદ બુદ્ધિ થાય તો જ્ઞાનીનું જ્ઞાન તે પોતાનું જ થઈ જાય. પરમકૃપાળુદેવથી જુદું મારે કંઈ કરવાનું નથી કે કહેવાનું નથી એમ રહેવું જોઈએ.
તેઓશ્રીનો અલૌકિક પુરુષાર્થ જોઈ એમ થતું કે ભક્તિ એ કંઈ સામાન્ય પદાર્થ નથી. પણ જીવમાંથી શિવ બનવાનો એક સાચો ઉપાય છે. તેમજ આધ્યાત્મિક્તા એ કેવળ નિશ્ચયનયના શબ્દો વાપરી જાણતું કેવળ શુષ્કજ્ઞાન નથી પણ ઘનિષ્ટ સજાગૃત પુરુષાર્થમય જીવન છે.
ભાવ ત્યાં ભગવાન પરમકૃપાળુદેવ પ્રત્યેના પરમ પ્રેમને લીધે તેમની દશામાં એવી સ્વાભાવિકતા આવી ગયેલી કે કોઈપણ કાર્યમાં તેમને પ્રયત્ન કરવો પડતો હોય એમ જણાતું નહીં. બધું સહજ લીલામાત્ર થયે જતું હોય એમ લાગતું. જાણે એ બઘાની પાછળ કોઈ અખૂટ અચિંત્ય મહાશક્તિ કામ કરતી હોય એમ ભાસ થતો. તેમના સાનિધ્યમાં પરમકૃપાળુદેવની હાજરી ચાલુ અનુભવાતી. તેમના વચનોનો એવો જ રણકાર હતો. પોતે પણ કહેતા કે “બધું કૃપાળુદેવના યોગબળે થાય છે. બધું એમની આજ્ઞા લઈને જ કરવું” ત્યારે મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે-“પરમકૃપાળુદેવ કંઈ કહેવા આવવાના છે?” પૂજ્યશ્રીએ કહ્યું – “હા, કહે પણ ખરા. પ્રભુશ્રી કહેતા કે કૃપાળુદેવ હાજરાહજૂર છે; જ્ઞાની એની સાથે વાતો કરે છે?”.
હરિરસ અખંડપણે ગાયો શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા વ્યાસજી સંબંધી લખે છે કે : “આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો.” (વ.પત્રાંક ૨૮૨) તે ઘટના જાણે આ મહાપુરુષના જીવનમાં ન બની હોય તેમ એમણે પણ આનંદ સંપન્ન થવા અર્થે “પ્રજ્ઞાવબોઘ’નામના ગ્રંથની રચના કરી તેમાં હરિરસ અખંડપણે ગાયો. તેમાં પરમકૃપાળુદેવની અનેક અલૌકિક દશાઓનું દિગ્દર્શન કર્યું. શાંતરસમાં પરિણમેલો એવો હરિરસ “પ્રજ્ઞાવબોઘ'ના પ્રત્યેક પુખે પુષ્પ શરૂઆતની પહેલી ગાથામાં જ વિવિઘસ્વરૂપે પરમકૃપાળુદેવની ભક્તિરૂપે પ્રગટ થાય છે. તેઓશ્રીની પરમકૃપાળુદેવ પ્રત્યેની કેવી પરમ અલૌકિક નિષ્કામ પ્રેમભક્તિ હતી તેનાં દર્શન તેમાં જોવા મળે છે.
શ્રીમદ્ રાજચંદ્ર
૨૪