________________
વિરહાગ્નિ હવે પરમપૂજ્ય પ્રભુશ્રીજીનો દેહોત્સર્ગ થવાથી પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના માથે સકળ સંઘની જવાબદારી આવી પડી. તેમજ પ્રભુશ્રીજીનો વિરહ પણ તેમના માટે અસહ્ય થઈ પડ્યો.
0
0
“જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની; આપની પ્રભુ આપની, ઉપકારી પ્રભુજી આપની. જ્યાં જ્યાં ૧ આ પાટ જોતી વાટ પ્રભુની, મુમુક્ષુ મનમાં વસી; ઘડિયાળ, પાળ, શ્રુતિયંત્રો, સ્મૃતિ હે પ્રભુ આપની.” જ્યાં જ્યાં ૨
તે વિરહને હળવો કરવા પરમપૂજ્ય પ્રભુશ્રીજીનું જીવનચરિત્ર તેમણે લખવું શરૂ કર્યું. તેમજ તેઓશ્રી જે જે તીર્થોમાં વિચરેલા તે તે તીર્થોની યાત્રા કરી; પણ તેમ કરવાથી તો પરમપૂજ્ય પ્રભુશ્રીજીની સ્મૃતિ વિશેષ તાજી થઈ અને વિરહાગ્નિ વઘારે ભભૂકી ઊઠ્યો. આખરે તેનું ફળ, પરમકૃપાળુદેવ લખે છે તેમ, સુખદ આવ્યું કે “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” (વ.પત્રાંક ૨૪૬) તે જ પ્રમાણે યાત્રાની અંતિમ રાત્રિએ સંવત્ ૧૯૯૩ના જેઠ વદ ૮ના દિવસે તેઓશ્રીને અપૂર્વ બ્રહ્મ-અનુભવ (આત્મ-અનુભવ) થયો. તે પોતાની ડાયરીમાં “ઘર્મરાત્રિ'નામના કાવ્યમાં નોંધે છેઃ
૨૦