________________
ધર્મ એટલે શું?
“આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે” શ્રીમદ્ રાજચંદ્ર (પીક પટ)
“જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપાત્ર અન્ય પુરુષ વર્ડ શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, થાવત્ આરાધવા જોગ છે.' -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૦૩)
“મુમુક્ષુઓને તો સત્પુરુષના ગુણગ્રામ કરવા, પન્ન ધર્મ તો સત્પુરુષ પાસેથી જ સાંભળવો. કંઈ ડઠાપન્ન કરવા ગયો તો ઝેર ખાઘા જેવું છે.’’ – ઉપદેશામૃત (પૃ.૨૬૩)
““ધર્મ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.'
– શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૭)
એવો ‘ધર્મ' જે ગુપ્ત છે તે આ દુષમકાળમાં મહાપ્રભાવશાળી એવા પરમઉપકારી પ.પૂ.પ્રભુશ્રીજીને પરમઇષ્ટદેવ પરમાત્મસ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ દ્વા૨ા મળ્યો તે જ ‘ગુપ્ત ઘર્મ’ પરમ ઉપકારી પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના સંપૂર્ણ આજ્ઞાંકિત શિષ્ય પૂ. શ્રી બ્રહ્મચારીજીને તેમની સત્પાત્રતા અને અધિકારીપણું જોઈને અનંત કૃપા કરી સોંપ્યો.
સં.૧૯૮૦માં જ્યારે પ્રભુશ્રી આશ્રમમાંથી પુના વિહાર કરી ગયા ત્યારે પ્રભુશ્રીના દર્શન અર્થે કેટલાંક મુમુક્ષુજનો આણંદ ગયેલા. તેમણે નિરાશાથી આંસુ સહિત નયને ઉદ્ગાર કાઢેલા : “પ્રભુ, અમારે હવે કોણ આધાર ?'' પ્રભુશ્રીએ આત્માસન આપતા કહેલું કે “અમારી સેવામાં જેની આણે જમનાજી માર્ગ દે એવો એક કૃષ્ણ જેવો બાલ બ્રહ્મચારી આવશે. તેને આશ્રમમાં મૂકતાં જઈશું.”
શ્રી માણેકજી શેઠ
શ્રી જીજીકાકા
સેવામાં અગ્યાર વર્ષ
શ્રી કલ્યાણજીકાકા
અન્ય પ્રસંગે પણ શ્રી માણેકજી શેઠ, શ્રી જીજીકાકા અને શ્રી કલ્યાણજીકાકા વગેરે મુમુક્ષુઓએ આશ્રમના ભાવિ હિત માટે ચિંતા વ્યક્ત કરતાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવેલું કે – ‘‘એક
૧૯
બ્રહ્મચારી પાછળ મૂકતા જઈશું, જે અમારી સેવામાં ૧૧ વર્ષ રહેશે.” તેઓશ્રીના સાતિશય વચનો પ્રમાણે જ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ૧૧ વર્ષ સતત સેવામાં રહ્યા અને ત્યાર પછી પણ ૧૮ વર્ષ પરમપૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ધર્મની ધૂરા સંભાળી પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કર્યો.
એકવાર પ.પૂ. પ્રભુશ્રીજીની છેલ્લી વિશેષ માંદગી જોઈને આશ્રમના ઉપપ્રમુખ શ્રી પુનશીભાઈ શેઠના ધર્મપત્ની શ્રી રતનબહેને પ.પૂ. પ્રભુશ્રીજીને પૂછ્યું : “પ્રભુ! આપના પછી અમારે આધાર કોા?' ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા : (પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનો હાથ પકડી તેમને બતાવી કહ્યું:) “અમે આને મૂકી જઈએ છીએ. ગાદી ખાલી નથી. અમારી આગળ જેમ પેટ ખોલીને વાત કરે છે તેમ બી વાત આને કરવી. આ (બ્રહ્મચારીજી) કુંદન જેવો છે. જેમ વાળીએ તેમ વળે છે” આ સાંભળી તેમના મનને શાંતિ થઈ.
મોટા મુનિઓને દુર્લભ એવી સમાધિ
અંતિમ દિનોમાં પ્રભુશ્રી પોતાની સમાધિ-આરાધનામાં લીન બન્યા. તે સંબંધી પુજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે - “પ્રભુશ્રીની દશા આખર વખતે અવધૂત જેવી હતી. રાગ-દ્વેષ જેવું કંઈ મળે નહીં. કપડું પણ શરીર ઉપર રાખતા નહીં. તેટલા માટે બારણાં બંધ રાખવાં પડતાં. જ્યારે દર્શન કરાવવાં હોય ત્યારે જ કપડું નાખવામાં આવતું; બાકી દિગંબર અવસ્થામાં જ રહેતા’’ સં.૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના પવિત્ર દિને રાત્રિએ ‘મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને’ તે મહાપ્રભુ સમાધિને વર્યા.