________________
અચળરૂપ આસક્તિ નહિ, નીં વિરાનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
તારા અચળરૂપમાં મારું મન લાગતું નથી. તારા પર મને આસક્તિ નથી. મને સદ્ગુરુના વિયોગનો પરિતાપ થતો નથી. અને તેનો ખેદ પણ થતો નથી. તારા પ્રેમની મને કથા પણ લબ્ધ થતી નથી. અને પાછો તેનો ખેદ અથવા પરિતાપ પણ થતો નથી.
એક વખત પ્રભુશ્રીજીનું ચોમાસું ખંભાતમાં હતું, ત્યારે પરમકૃપાળુદેવ ખંભાતથી ત્રણ ગાઉ દૂર રાળજ ગામમાં બિરાજતા હતા. બધાં મુમુક્ષુઓ ત્યાં જઈને દર્શન કરતા અને વખાણતા. પ્રભુશ્રીજીને પણ દર્શન કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. પણ ચોમાસામાં તો મુનિઓને બહાર ન જવાય. એથી કરીને તેઓ મનમાં બહુ મૂંઝાતા હતા. એક દિવસે ચાલતાં ચાલતાં પરમકૃપાળુદેવ જે ગામમાં હતા તે રાળજ ગામની બહાર તલાવડી પાસે આવીને ઊભા રહ્યા. પછી કોઈ સાથે કહેવડાવ્યું કે અંબાલાલભાઈને કહેજો કે પેલા મુનિ આવેલા છે. અંબાલાલભાઈને કોઈએ કહ્યું એટલે ગામ બહાર આવ્યા અને પૂછ્યું—તમે આજ્ઞા વગર કેમ આવી ગયા? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આજ્ઞા લેવા માટે જ અહીં ઊભો છું. પછીથી શ્રી અંબાલાલભાઈએ ૫૨મકૃપાળુદેવ પાસે જઈને બધી હકીક્ત કહી. પરમકૃપાળુદેવે ખબર મોકલી કે – ‘‘તમને અમારા દર્શન કર્યા વિના જો શાંતિ થતી હોય તો પાછા ચાલ્યા જાઓ અને ના થતી હોય તો હું ત્યાં આવું.’ પ્રભુશ્રીજીએ વિચાર્યું કે ભલે દર્શન ન થાય પણ મારે પરમકૃપાળુદેવને અહીં આવવાનું કષ્ટ તો આપવું નથી. એમ વિચારી પાછા ચાલ્યા ગયા. જતાં જતાં બહુ ખેદ થયો કે મારા કેવા અંતરાય કર્યો છે કે બધાને પરમકૃપાળુદેવનાં દર્શન થાય છે અને મને નથી થતાં. પરમકૃપાળુદેવે બધું જાણી બીજે દિવસે શ્રી સોભાગભાઈને ત્યાં મોકલ્યા. શ્રી સોભાગભાઈને જોઈને
પ્રભુશ્રીજીને બહુ હર્ષ થયો. શ્રી સોભાગભાઈએ કહ્યું કે તમને બહુ ખેદ થાય છે એટલે મને મોક્લ્યો છે. હવે આ મંત્ર 'સજાત્મસ્વરૂપ પરમગુરુ’ નું સ્મરણ કરજો. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા પછી શાંતિ થઈ. આવો વિરહનો ખેદ થાય ત્યારે સદ્ગુરુના અચળરૂપમાં આસક્તિ થાય.
ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
ભક્તિમાર્ગમાં નિરંતર રહેવા જેવું છે. સર્વશે જે ભક્તિનો માર્ગ ભાખ્યો છે એવા માર્ગમાં પણ મારો પ્રવેશ નથી, એવા ભાવ ક્યારે થાય ? તો કહે ઃ તારા ભજનમાં દૃઢ ભાન થાય ત્યારે.
૧૪૭
એવું દૃઢ ભાન પણ મને નથી. મારો ધર્મ શું છે, તેની પણ મને સમજણ નથી. મારો ધર્મ એટલે જિનેશ્વર ભગવાને ભાખ્યો છે, ને જૈનધર્મ અથવા આત્માનો ધર્મ. એવો ધર્મ ક્યાંથી લબ્ધ થાય ? શુભદેશમાં સ્થાન હોય તો. એવું સ્થાન પણ મને પ્રાપ્ત થયું નથી. કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
કાળ બહુ ખરાબ અને દુષમ છે. એવા કાળમાં મને સદ્ધર્મની પ્રાપ્તિ થઈ નથી; અને થઈ છે તો એની મર્યાદા નથી, એમ છતાં પણ મનમાં કશી વ્યાકુળતા થતી નથી. હે પ્રભુ! મારાં કર્મો તો જુઓ? કેવાં અહિતકારી છે. મનમાં વ્યાકુળતા થાય તો ધર્મ ભણી શ્રદ્ધા ઉત્પન્ન થાય.
સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ;
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
જે સેવાને પ્રતિકૂળ છે એવા બંધનના કારણોનો પણ મને ત્યાગ નથી. સેવાભાવ કરવો હોય તો ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. પણ આ ઇન્દ્રિયો તો માનતી જ નથી, અને બાહ્ય પદાર્થો ઉપર રાગ કરે છે. તો સેવાભાવ ક્યાંથી થાય? સેવાભાવથી કલ્યાણ થાય એવું છે. ‘પર પ્રેમ પ્રવા બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે.’ એવો પ્રેમ પ્રભુ પ્રત્યે થાય તો આત્માનું કલ્યાણ થાય.
તુજ વિયોગ સ્કરતો નથી, વચન નયન યમ નાહી; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહિ. ૧૧
તારા પર પ્રેમ આવ્યો હોય તો વિરહનો પરિતાપ થાય અને વિયોગ સ્ફુરે. પણ આવો ખેદ મને થતો નથી.અથવા તારો વિયોગ પણ મનમાં સ્ફુરતો નથી. વચનનો અને નયનનો સંયમ પણ ઘર્યો નથી. અનભક્ત એટલે જે ભક્ત ન હોય એવાથી ઉદાસ ભાવ તેમજ ગૃહાદિક કાર્યોમાં પણ ઉદાસ ભાવ થતો નથી.