________________
“આજ્ઞા એ જ ઘર્મ, આજ્ઞા એ જ તપ”
ક્યારેક તો પ્રભુશ્રીજીના વિરહાગ્નિથી રહ્યું નહોતું જતું. પ્રભુશ્રી અમદાવાદ હોય ત્યારે ભાડાના પૈસાની પૂરી ગણત્રી કર્યા વિના જ અમદાવાદ દોડી જતા. બે એક વખત તો આણંદ ચાલતાં આવેલા. “ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંઘ” એ વચનો તો જાણે રામબાણ જેવા હૈયે વાગેલા, તેથી પ્રભુશ્રીજીની ચરણસેવામાં બેસી જવાની જ તેમની તાલાવેલી હતી.
એક વખતે તો ઘરે પાછા નહીં આવવાની ભાવનાથી ભાડાના પૈસાની પૂરી ગણત્રી કર્યા વિના અમદાવાદ પ્રભુશ્રીજી પાસે આવી પહોંચ્યા. પ્રભુશ્રીજી સેનેટોરીયમની લાંબી પરસાળમાં પાટ ઉપર બિરાજેલા હતા. તેમને વંદન કરી તેઓ ઊભા રહ્યા.
ત્યાં પ્રભુશ્રીજીએ પ્રસાદ અપાવ્યો. સામે છેડે બેસી
પ્રસાદ લેતા હતા. તેટલામાં પ્રભુશ્રીજીની લાકડી ખખડી * કે તેમનું ધ્યાન તે તરફ ગયું. પ્રભુશ્રીજીએ પગે મોજાં પહેર્યા અને પછી પાદુકા પહેરવા પ્રયત્ન કરી તેને છોડી દીધી. તેથી તેઓ એમ સમજ્યા કે પાદુકાની જેમ ચરણસેવા કરવામાં વચ્ચે મોજાં જેવો પ્રતિબંઘ આડો આવે છે. પછી પ્રસાદ આરોગી તેઓ પ્રભુશ્રીજી પાસે આવ્યા.
ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : “પ્રભુ! પધારો!!”
ત્યારે પોતાને સેવામાં રાખવાની જરાપણ તેમણે વિનંતી કર્યા વિના ‘ઉનાજ્ઞા ગુરુમ્ વિવારીયા'ની જેમ પ્રભુશ્રીજીની આજ્ઞાને ફુલની જેમ મસ્તકે ચઢાવી, વંદન કરી ત્યાંથી ચાલતા થયા. પૂરા ભાડાના પૈસા વિના સીઘા જ અમદાવાદથી આખી રાત ચાલીને સવારે આણંદ ઘરે પાછા આવી પહોંચ્યા. તેઓને મન ‘થપ્પો લાગે તવો’ અર્થાતુ “આજ્ઞા એ જ ઘર્મ અને આજ્ઞા એ જ તપ’ હતું. તેની પૂરી કસોટી થઈ.