________________
મધુવન-શ્રી સમેતશિખરજી તીર્થ
જ્યાંથી વીસ તીર્થંકરો મોક્ષે પધાર્યા
મહા સુદ પૂર્ણિમાને દિવસે સવારના ૮ વાગે બધા મધુવન-સમેતશિખરજી આવી પહોંચ્યા. શ્વેતાંબર ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં મંદિરમાં ભક્તિ, પૂજા, સ્વાઘ્યાયમાં તે દિવસ વ્યતીત થયો. મહા સુદ પૂર્ણિમાની રાત્રીએ ૩ વાગે એટલે મહા વદ એકમની વહેલી સવારે સમેતશિખરજીના ગઢ ઉપર ચઢવા પ્રયાણ કર્યું. સૂર્ય ઉદયે શ્રી ગૌતમસ્વામીની પ્રથમ ટુકે પહોંચ્યા. ત્યાં દર્શન કરી આલોચના બોલી ત્યાંથી આગળ પાંત્રીસ ટૂંકો છે ત્યાં દર્શન કરવા ગયા. સર્વ પવિત્ર સ્થાનોના દર્શન કરી જળમંદિરે આવી ચૈત્યવંદન સ્તવન આદિ કાર્યક્રમ પૂરો કરી નવ વાગે સાથે લાવેલ નાસ્તો વાપર્યો. પછી પાર્શ્વનાથ ભગવાનની છેલ્લી ટૂક છે. ત્યાં જઈ ‘પંચકલ્યાણક’, ‘મૂળમારગ’ વગેરે બોલી નીચે બપોરના અઢી વાગે ધર્મશાળામાં આવી પહોંચ્યા.
શ્રી જંબુસ્વામીની નિર્વાણભૂમિ
બીજે દિવસે અયોધ્યા ગયા. ત્યાં શ્વેતાંબર અને દિગંબર મંદિરોનાં દર્શન કરી મથુરા આવ્યા; ત્યાં શ્વેતાંબર મંદિરમાં દર્શન ભક્તિ કરી ત્યાંથી દોઢ માઈલ દૂર શ્રી જંબુસ્વામીની નિર્વાણભૂમિ છે, ત્યાં જઈ દર્શન કર્યાં. ત્યાં દિગંબર મંદિર અને બ્રહ્મચર્યાશ્રમ પણ છે. મથુરાથી સંઘ રવાના થઈ અગાસ આશ્રમમાં આવી પહોંચ્યો. આમ શ્રી સમેતશિખરજીની યાત્રા સુખપૂર્વક પૂર્ણ થઈ. વવાણિયાની યાત્રા
સં.૨૦૦૨ના કાર્તિક વદ ૭ના દિવસે આશ્રમથી પૂજ્યશ્રી ૪૦-૫૦ મુમુક્ષુઓ સાથે વવાણિયા પધાર્યા. પૂજ્યશ્રી સાથે ૪-૫ મુમુક્ષુઓ વવાણિયા રોકાયા. બાકીના મુમુક્ષુઓ ત્રણ દિવસ રહી પાલિતાણા વગેરેની યાત્રાએ ગયા.
પરમકૃપાળુદેવ ધ્યાન કરતા તે નવ તલાવડીઓ
પરમકૃપાળુદેવ ધ્યાન કરતાં તેમાંની એક તલાવડી વવાણિયામાં નવ તળાવડીએ છે. બઘી તળાવડીઓ ઉપર પરમકૃપાળુદેવ ઘણી વખત જતા તેથી તે પૂજનિક ગણાય છે. દ૨૨ોજ એક એક તળાવડી ઉપર જઈ અમે ભક્તિ કરતા.
એક દિવસ પૂજ્યશ્રી સાથે મુમુક્ષુઓ કાળી તળાવડીએ ભક્તિ કરતા હતા ત્યારે ત્યાં એક સાપ નીકળ્યો. પૂજ્યશ્રીએ કહ્યું : “કોઈ ગભરાશો નહીં. એની મેળે ફરીને જતો રહેશે.’’ આજુબાજુ ફરી, ભક્તિ પૂરી થવા આવી એટલામાં તે સાપ ચાલ્યો ગયો. તે વખતે ૧૧ દિવસ વવાણિયા રોકાયા હતા. પૂજ્યશ્રી પધારેલા તે કારણથી શ્રી જવલબહેન પણ ત્યાં જ રોકાયા હતા.
શ્રી રાજકોટ
૧૭૫
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર - રાજકોટ
વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટ વવાણિયાથી રવાના થઈ રાજકોટ બે દિવસ રોકાયા.