________________
પ.પૂ.પ્રભુશ્રીજીની અનંતકૃપા તે સ્થિતિને પ્રજ્ઞાવબોઘના એક કાવ્યમાં સ્વયં વર્ણવે છે - “હું દ્રમક સમ હીનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા,
મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા.” અર્થ - ઉપમિતિ ભવપ્રપંચમાં અલંકારી ભાષામાં નિપુણ્યક એવા દ્રમકની કથા છે. તેના જેવો હું પણ આપના દ્વાર પર આવી ચઢ્યો. ત્યાં સુસ્થિત મહારાજા જેવા પરમકૃપાળુદેવની કૃપા નજરે હું પડ્યો. વળી ઘર્મ બોઘકર મંત્રી સમ સંત શ્રી લઘુરાજ સ્વામી આશ્રમના દરવાજામાં પ્રવેશ કરતાં જ રાયણ વૃક્ષ નીચે સામે મળ્યા. તથા મારા અનાદિના આત્મભ્રાંતિરૂપ કદન્નને દૂર ફેંકાવી સમ્યક જ્ઞાનરૂપ ક્ષીરભોજન કરાવ્યું. આમ સ્વયં પ્રભુશ્રીજીએ પરિશ્રમ કરીને મારા પર અનંત કૃપા કરી.
પ.પૂ.પ્રભુશ્રીજીની સેવા મળે તો જીવન ઘન્ય પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શન માત્રથી જ પૂર્વના સંસ્કારને લઈને તે વખતે એમને થયું કે પિતાશ્રીની સેવા તો ન મળી શકી, પણ આ મહાપુરુષની સેવા કરી હોય તો જીવન સફળ થઈ જાય. ત્યાં પ્રભુશ્રીજીએ તેમને પૂછ્યું કે “ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંઘ” એટલે શું? સ્વચ્છંદનો અર્થ પોતાની મતિકલ્પનાએ વર્તવું એમ કર્યો પણ પ્રતિબંઘ શબ્દનો અર્થ ન આવડતાં પૂ.શ્રી પ્રભુશ્રીજીએ સમજાવ્યો કે કલ્યાણ કરવામાં જે જે વિગ્ન કરે તે બધા પ્રતિબંધ છે. તે સમયથી જ તેમણે મનમાં ગાંઠ વાળી કે હવે આજથી મારે પૂ.શ્રી પ્રભુશ્રીજીની સેવામાં રહેવા માટે “સ્વચ્છંદ” અને “પ્રતિબંઘ” ટાળવાનો પ્રયત્ન કરવો.
મંત્રદીક્ષા પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને તેજ કાળી ચૌદસના રવિવારના દિવસે એવા અપૂર્વ વાત્સલ્યભાવથી મંત્ર આપ્યો કે તેમની સેવામાં રહેતા ભગતજીને ઉલ્લાસમાં આવી પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આવું સ્મરણ (મંત્ર) હજુ સુઘી અમે કોઈનેય આપ્યું નથી. ખરેખર! “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યકદર્શન છે.” - પૂજ્યશ્રી પણ પ.પૂ.પ્રભુશ્રીજી દ્વારા આપેલ “તત્ત્વજ્ઞાનમાં એવા જ અલૌકિક ઉલ્લાસભાવથી સ્વયં નોંધે છે –
મંત્રદીક્ષા !” કાળીચૌદસ જેવા સિદ્ધિયોગ દિને આવા મહાપુરુષના હસ્તે “મંત્રદીક્ષા” મળવી એ પણ કેવી અપૂર્વ ઘટના, કહ્યું છે કે – “ફરી ફરી મળવો નથી,
આ ઉત્તમ અવતાર; કાળી ચૌદસને રવિ, આવે કોઈક જ વાર.”
૧૦