________________
અજબ સહનશક્તિ
તેઓશ્રીની સહનશક્તિ પણ અજબ હતી. મુંબઈથી B.A.ની પરીક્ષા આપી ટ્રેનમાં આવતા હતા. વડોદરા મુકામે સ્ટેશન ઉપર મિત્રો અને મુરબ્બીઓને મળવા માટે અર્ધખુલ્લા ડબાના બારણા આગળ હાથ મૂકીને ઊભેલા. ત્યાં કોઈએ અસ્માત બારણું બંધ કર્યું. જેથી એમના હાથનો અંગૂઠો કપાઈ ગયો, અને તેનું ટેરવું બારણા સાથે ચોંટી રહ્યું. છતાં તેમણે નહીં કોઈ પ્રકારનો મોઢે અવાજ કર્યો કે નહીં પેલા ભાઈને પણ ઠપકો સરખો આપ્યો.
મુંબઈ – અમદાવાદ
"अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥”
॥
આખું વિશ્વ કુટુંબરૂપ
તેઓ હવે ગ્રેજ્યુએટ થઈ ગયા હોવાથી માતુશ્રી અને મોટાભાઈના મનમાં એમ થયું કે તે હવે મોટા અમલદાર બનશે. પણ તેઓના મનમાં સરકારની નોકરી કરવી તે પરદેશી સરકારની ગુલામી કરવા જેવું લાગતું. વળી દેશોદ્ધાર તથા જનસેવાની ભાવના ઘર કરી ગયેલી હોવાથી તેમને મન ‘“વસુધૈવ તુભ્યમ્' એટલે આખી સૃષ્ટિ પોતાનું કુટુંબ જણાતું હતું.
1914
૬
અર્થ – આ મારું છે, આ પરાયું છે, એવી ગણત્રી તો જેનું મન નાનું હોય તે કરે છે. પણ જેનું મન ઉદાર છે-વિશાળ છે; તેને મન તો આખું વિશ્વ કુટુમ્બરૂપ છે