________________
શિક્ષણ ક્ષેત્રમાં પણ સ્વયંસેવક તે જ વર્ષના ડિસેમ્બર મહિનામાં પેટલાદ બોર્ડિંગના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન બાંધણી ગામમાં જ ભરાવાનું નક્કી થયું. સંમેલનમાં રજૂઆત થઈ કે જો ચરોતરની ઉન્નતિને અર્થે શ્રી મોતીભાઈ સાહેબની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થાય તો પોતે અને શ્રી ભીખાભાઈ અને શ્રી અંબાલાલ એ ત્રણે મિત્રો સ્વયંસેવક તરીકે સંસ્થા પગભર થાય ત્યાં સુધી સેવા આપશે. તે મિટિંગમાં સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને ઈ.સન ૧૯૧૫ના જાન્યુઆરીથી શ્રી ભીખાભાઈ અને શ્રી અંબ બોરસદ ખાતે સેવામાં જોડાયા, અને પોતે વસો ખાતે સેવામાં જોડાયા. વસોમાં અંગ્રેજી શાળામાં તેમને છઠું ઘોરણ સોંપવામાં આવ્યું. સાથે સાથે મોતીભાઈ સાહેબની પ્રેરણા અને કાર્યદક્ષતાથી વસો ક્ષેત્રે ગુજરાતમાં સૌ પ્રથમ બાલમંદિરની સ્થાપના થઈ. તેમાં પણ પોતે મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવા માંડ્યું, અને નવા શિક્ષકોને પણ પોતે તૈયાર કર્યા. આ પ્રયોગ દેશમાં નવો હોવાથી દૂરદૂરથી લોકો જાતે નિરીક્ષણ કરવા માટે ત્યાં આવતા. એ પ્રયોગ ખૂબ સફળતા પામ્યો અને શ્રી ગિજાભાઈ બધેકા વગેરેએ તેનો પ્રચાર આખા ગુજરાતભરમાં કરવાનું કામ માથે ઉપાડી લીધું.
ત્યારબાદ એક-બે વર્ષમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીએ પોતાનું કેન્દ્ર આણંદમાં સ્થાપ્યું, અને સ્વતંત્ર કેળવણી સંસ્થા ચલાવવી શરૂ કરી. તે સંસ્થાનું નામ દાદાભાઈ નવરોજી હાઈસ્કુલ (D.N.) રાખ્યું.
દાદાભાઈ નવરોજી હાઈસ્કુલ (D.N.)આણંદ
SOOOOOOOOOOOOOOOOOc
DOOOOOOOOOOOOOOOOOO
પૂ.શ્રી બ્રહ્મચારીજીની હેડમાસ્તર પદે નિયુક્તિ ત્યાં સ્વયંસેવકોની વઘારે જરૂર હોવાથી તેઓ વસો છોડી ઈ.સન. ૧૯૧૯માં આણંદ આવ્યા. આણંદમાં ૧૯૨૦-૨૧માં દાદાભાઈ નવરોજી હાઈસ્કુલમાં બે વર્ષ હેડમાસ્તર તરીકે સેવા બજાવી. બન્ને વર્ષ મેટ્રિક કક્ષાનું પરિણામ સો ટકા આવ્યું.