________________
કરુણાળુ સ્વભાવ
તેઓ સદ્ગુણો અને દુર્ગુણોનું પણ એક ટેબલ બનાવી રાખતા. તેમાં પ્રતિદિન સદ્ગુઙ્ગોને કેમ ખીલવવા અને દુર્ગુણોને કેમ દૂર કરવા તેના વિચારમાં અને પ્રયત્નમાં રહેતા. પોતે ઉપવાસ આદિ કરી ઘરથી મળતા પૈસા બચાવી તેમાંથી નોટબુકો, પેન્સિલો અને જમવા સિવાય પ્રવાસ આદિ પ્રવૃત્તિનું ઇતર ખર્ચ તેમાંથી જ કાઢતા અને ભણવામાં હોશિયાર હોવાથી તેઓને ઇનામ અને સ્કોલરશીપ જે મળતા, તેનો ઉપયોગ તેઓ ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરવામાં કરતા. એવો કરુણાળુ સ્વભાવ તેમનો બાલવયથી જ હતો.
કાવ્યકળા અને સાહિત્યપ્રેમ
કવિ શ્રીકાંતની પ્રબળ અસર નીચે આવવાથી તેમની કાવ્યશક્તિ ખીલી અને પોતે પણ સુંદર કાવ્યો લખતા થયા.
શ્રી કરુણાશંકર માસ્તરની પ્રેરણા અને દોરવણીથી તેમના નાજીક ઉર્મિશીલ સ્વભાવમાં સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જાગ્યો અને જીવનમાં ઉચ્ચ આદર્શોનું સિંચન સુગમ બન્યું. મિનિટ મિનિટનો સદ્ઉપયોગ
મેટ્રિક પાસ કરી તેઓ હવે બરોડા આર્ટ્સ કૉલેજમાં
- I II I I
♥ GHEEL SUP
જોડાયા. ત્યાં પણ પોતાના કામમાં એટલા બધા મશગુલ રહેતા કે તેમના નિયમિત જીવનની છાપ બીજા વિદ્યાર્થીઓ ઉપર પણ પડી. ત્યાં પણ સમયના મિનિટે મિનિટનો સદ્ઉપયોગ કરી અભ્યાસ ઉપરાંત તેમણે ખૂબ વાંચ્યું, વિચાર્યું. તેમના મનમાં હતું કે જાણે વિદ્યાર્થીજીવનની એકપળ પણ વ્યર્થ કેમ જવા દેવાય? કારણ, સમય અમૂલ્ય છે,
જનસેવા અને દેશોદ્ધારની ભાવના
૫
બરોડામાં ઇન્ટર પાસ કરી પેટલાદ બોર્ડિંગના જૂના મિત્રોને મળ્યા. તેમાં ભીખુભાઈ મુખ્ય હતા. શ્રી ભીખાભાઈની ઘગશ વિદ્યાનગરમાં સ્વાધીન જનપદ વિદ્યાપીઠ (Rurall University) સ્થાપવાની હતી. પૂજ્યશ્રીના મનમાં પણ પેટલાદ બોર્ડિંગમાંથી જનસેવા અને દેશોદ્વારની ભાવના હોવાથી તે ભાવનાને સફળ કરવા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી દેશભરમાં સ્વતંત્રતાનું ખમીર રેડવા શિક્ષણનો કેળવણીનો પ્રચાર કરવાનું વિચાર્યું. તે કાર્ય માટે શિક્ષણમાં સર્વત્ર અંગ્રેજીનું મહત્વ વધારે હોવાથી ‘બોમ્બે પ્રેસિડન્સી'માં પ્રસિદ્ધ થયેલ વિદ્વાન સ્કૉટ પાસેથી ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી જ્ઞાન મેળવવા, મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાવાનું નક્કી કર્યું.
ઘણી મુશ્કેલીઓ અને ભારે ખર્ચ વેઠીને પણ શ્રી ભીખાભાઈ સાથે મુંબઈ બે વર્ષ ભણી ઈસ્વીસન ૧૯૧૪માં તેઓ B.A.પાસ થયા. B.A. માં પણ મુખ્ય વિષય અંગ્રેજી સાહિત્ય રાખી તેના ઉપર એવો કાબુ મેળવ્યો કે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં પણ તેમના લેખો છપાવા લાગ્યા. અવિભક્ત કુટુંબ (Joint Family) ઉપર તેમણે ઘણો જ સારો લેખ તે સમયમાં લખ્યો હતો.
જ