________________
સતત પુરુષાર્થી વિદ્યાર્થીજીવન તેમને ઘર કરતાં બોર્ડિંગમાં સારો એવો સમય મળતાં વાંચન-વિચારણા વડે પોતાની જાતને ઘડવાનો સારો મોકો મળ્યો. શ્રી મોતીભાઈ અમીન જેવા પ્રેરણામૂર્તિ મળતાં તેમનો સરળ, કર્તવ્ય પરાયણ અને સચ્ચાઈભર્યા સ્વભાવનો જલદી વિકાસ થયો. શ્રી મોતીભાઈ અમીને પૈસા કમાવવાની લોલુપતાને ઠોકર મારી એક આદર્શ શિક્ષક બનવાનું સ્વીકારેલું. પોતાની જાતને ઘડવામાં જે પરિશ્રમ પડેલા તેના અનુભવો તે વિદ્યાર્થીઓ આગળ ખુલ્લા મને ઠાલવતા અને તેમને યોગ્ય દોરવણી પણ આપતા. તેમનો એક પ્રસંગ પૂજ્યશ્રી બોઘામૃત ભાગ-૩ (પત્રસુથા)ના પત્રાંક ૪૨૨માં નોંધે છે :
સંગ જેવો રંગ
હંમેશા સત્ય બોલો.
“પ્રથમ જ્યારે પૂ.મોતીભાઈ સાહેબ પેટલાદમાં હેડમાસ્તર થયા અને એમને મણિલાલ નભુભાઈનું “ચારિત્ર' (charactorનું ભાષાંતર) નામનું પુસ્તક ગુજરાતીના પિરિયડમાં શીખવતા તે વખતે સત્ય સંબંધી વિવેચન કરતાં બોલેલાં કે આટલી ઉમ્મર થતાં સુધી એક પણ અક્ષર હું જૂઠું બોલ્યો નથી. એ વાક્યની અસર આખા પુસ્તક કરતાં વિશેષ અસરકારક નીવડેલી અને ત્યારથી તે આજ સુધી તેમના પ્રત્યે બહુમાનપણું વધતું રહ્યું.'
તે પોતે સમયનો પૂરો ઉપયોગ કરતા અને ખૂબ ચિંતનમગ્ન રહેતા. આવા શિક્ષકના સહવાસથી પોતાના જીવનમાં પણ મક્કમતા આવી. બેન્જામીન ફ્રેન્કલીનની જેમ ટાઈમટેબલ બનાવી સમયની નિયમિતતા જાળવતા. તેમજ નેપોલિયન બોનાપોર્ટના જીવનની એકાગ્રતા અને કામમાં તલ્લીન થઈ જવાની વૃત્તિને પણ પોતાના સ્વભાવમાં એવી તો વણી લીઘી કે જે સમયે જે કામ ઘારે તે કામ તે સમયે પૂર્ણ થાય જ. એવી નિશ્ચિતતા જીવનમાં વણાઈ ગઈ.