________________
ભક્તિ પૂરી થયે નીચે ઊતરતાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી
સામ
સહજ નિરાભિમાની દશા
સં.૨૦૦૬ પછીથી પૂજ્યશ્રીનું કાયમનું નિવાસસ્થાન હાલમાં જે ઓરડામાં પૂજ્યશ્રીના બે ચિત્રપટ દર્શનાર્થે મૂકેલા છે, તે સ્થાન બની ગયું. તે ઓ૨ડામાં મૂકેલ લાકડાની પાટ ઉપર ચટાઈ પાથરેલી રહેતી. તેના ઉપર પૂજ્યશ્રી બિરાજતા. સામે સત્સંગ અર્થે આવેલ મુમુક્ષુભાઈ બહેનો બેસતા. પૂજ્યશ્રી બોધ આપતા તેમજ કોઈને મંત્ર લેવાની ભાવના થાય તો મંત્ર વિષે પણ સમજાવતા. મને આઠ વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ મંત્ર આપ્યો હતો. પૂજ્યશ્રીની બેસવાની તેમજ બોલવાની સહજ નિરભિમાની દશા અદ્ભુત હતી. બહેનોમાં પણ આત્મજાગૃતિની સંભાળ
સાડા અગિયાર વાગ્યે ભક્તિ પૂરી થયે પૂજ્યશ્રી બ્રહ્મચારી ભાઈઓના રસોડે જમવા જતા. જમ્યા બાદ શાંતિસ્થાન ઉપર ફરતા ફરતા માળા ગણતા. પછી મુમુક્ષુઓ આવ્યેથી તેમની સાથે સત્સંગ અર્થે બિરાજતા. ત્યાંથી લગભગ પોણા એક વાગ્યે શાંતિસ્થાનમાં પધારતા. ત્યાં પંડિત ગુણભદ્રજી સાથે બેસી બ્રહ્મચારી બહેનો શ્રી સાકરબહેન વગેરેને શાસ્ત્રો ભણાવતા. કર્મગ્રંથ, શ્રી સર્વાર્થસિદ્ધિટીકા, સૂયગડાંગ, આચારાંગ, દશવૈકાલિક વગેરે સૂત્ર, તત્ત્વાર્થસાર, લાટીસંહિતા વગેરે ગ્રંથોનો સ્વાધ્યાય થતો હતો. ત્યાં દોઢ વાગ્યે બીજાં ઘણા બહેનો પણ આવતાં. તેમને અને બ્રહ્મચારીબન્નેનોને પણ નવું નવું શીખવા માટે પત્ર અને મોક્ષમાળાના પાઠ આપતા. કોઈનું શીખેલું સાંભળતા. મોક્ષમાળા અને વચનામૃતના પત્રો વગેરેના અર્થો પણ કરતા. આમ બહેનોમાં પણ આત્મજાગૃતિ બની રહે તેની સંભાળ તેઓશ્રી રાખતા હતા.
ભક્તિમાં અંત સુધી હાજરી
બપોરની ભક્તિનો સમય શિયાળામાં બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો હતો, તેમજ ઉનાળામાં અઢીથી સાડાચાર વાગ્યા સુધીનો હતો. બપોરે ભક્તિમાં અનેક શાસ્ત્રોનો સ્વાધ્યાય થતો. કોઈને મંત્ર આપવામાં કે પ્રશ્ન સમાઘાનના કારણે પૂજ્યશ્રીને ભક્તિમાં આવવામાં મોડું થાય તો પંડિત ગુન્નભદ્રજી વાંચેલ શાસ્ત્રનો સાર ટૂંકામાં ફરીથી કહી જતા હતા. દરેક ભક્તિમાં પધાર્યા પછી પૂજ્યશ્રી ભક્તિમાં ઠેઠ સુધી બિરાજતા હતા.
૯૬