SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકાર્યમાં થનારી હિંસા એ સ્વરૂપહિંસા છે. બાકી અલ્પહિંસા કે અધિકહિંસાના ભેદ કોઇ શાસ્ત્રમાં જણાવ્યા નથી. અવિરતિનું પાપ જીવતું રાખીને અલ્પહિંસાથી નિર્વાહ કરવાની વૃત્તિ સારી નથી. અવિરતિનું પાપ જેને દેખાય તે તો સાધુ થવાની પેરવીમાં હોય. સુખ ભોગવવાની ઇચ્છા અને દુઃખ ટાળવાની ઇચ્છા : એ અવિરતિ છે. દશમે રાગ અને અગિયારમે દ્વેષ - આનું નામ અવિરતિ. ચક્રવર્તીને મહારંભ અને મહાપરિગ્રહમાં પણ અલ્પબંધ થાય છે. શાસ્ત્રમાં અલ્પ હિંસાની વાત નથી, અલ્પ બંધની વાત છે. આ અલ્પ બંધ પરિણામની વિશુદ્ધિના કારણે થાય છે. તેથી પર્યાવરણની ખોટી વાતોમાં અંજાશો નહિ. ભગવાનનો માર્ગ સમજીને માગનુસારી બનવા પ્રયત્ન કરી લો. ભગવાનના શાસનમાં ઋજુ અને પ્રાશને ધર્મનો અધિકાર છે. પ્રાજ્ઞતા વિના ગુરુનું અનુશાસન ઝીલી નહિ શકાય અને અનુશાસન વિના ધર્મની સમજણ આવતી નથી. તેથી જ ગુરુનું શાસન ગમાડવા પ્રયત્ન કરી લેવો છે. અનુશાસન ઉપર પ્રેમ જાગે એવો પ્રયત્ન કરી લેવો છે, અનુશાસન ઉપર દ્વેષ જાગે નહિ તેની ખાસ કાળજી રાખવી છે. તો જ આપણે પ્રાજ્ઞતાને પામી શકીશું અને આપણે અસાધુતાથી દૂર રહી શકીશું. જ વાતનું છે કે તેમને માથે ગુરુ છે, જ્યારે શાસકારો કહે છે કે આપણા માથે ગુરુ છે – એ જ મોટામાં મોટું સુખ છે. આથી જ આગળની ગાથાથી અનુશાસનની જે હિતકારિતા વર્ણવી છે તે સમજી લેવી છે. મોટા ભાગે આપણે ખરાબ દેખાઇશું આ ભય જ અનુશાસનને સ્વીકારવા દેતો નથી. આપણે કેવા દેખાઇશું એની ચિંતા કરવાના બદલે આપણે કેવા થઇશું - એની ચિંતા કરવી છે. અહીં જણાવે છે કે જેને સાત પ્રકારના ભય ન સતાવે તે જ અનુશાસનને હિતકારી માની શકે છે. આજે આપણને સંસારમાં ભય લાગે છે, પણ સંસારનો ભય નથી લાગતો ને ? જ્ઞાનીભગવંતો સંસારનો ભય રાખવાનું જણાવે છે. જયારે આપણને સંસારમાં ભય લાગે છે – એ સાત પ્રકારના ભય છે. અપયશ, આજીવિકા વગેરે સાતે ભય સંસારમાં રહેલા છે. આ સાતે ભય જેના ચાલ્યા ગયા હોય તે જ ખરો બુદ્ધ છે. આ બુદ્ધતા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી નહિ, ભયમોહનીયના ક્ષયોપશમથી પ્રગટે છે. આજે આપણે ધર્મથી વંચિત રહ્યા હોઇએ, ભગવાનની આજ્ઞાથી વંચિત રહ્યા હોઇએ તો તે આ ભયમોહનીયના કારણે જ રહ્યા. ધર્મ કરીશું તો દુ:ખી થઇશું - આ ભય જ ધર્મ કરવા દેતો નથી. અશાતાવેદનીય આપણને હેરાન નથી કરતી આ ભયમોહનીય જ હેરાન કરે છે. અશાતા નથી નડતી, અશોતાનો ભય નડે છે. જેને દુ:ખનો ભય જ નથી તેને અશાતા નડવાની જ નથી. તમારે ત્યાં પણ પૂજામાં બોલાય છે કે “ચાલો ને સુખી વીર કને જઇ વસીએ, ભયમોહનીય ચિહું દિશીએ' આ સંસારમાં દુ:ખનો ભય સતાવે છે – એ જ મોટી તકલીફ છે. તેથી મુહપત્તીના બોલમાં પણ ભયમોહનીય પરિહરું કહ્યું છે, “અશાતા પરિહરું નથી કહ્યું. સ૦ ભયમોહનીય કઈ રીતે જાય ? સંસારના સુખની લાલચ મરે અને મોક્ષનું અર્થીપણું જાગે તો ભયમોહનીયને જતાં વાર ન લાગે. તડકો ક્યારે લાગે ? પૈસા કમાવાની ઇચ્છા ન હોય ત્યારે ને ? તેમ ભય પણ તેને લાગે કે જેને સંસારમાંથી મોક્ષે જવાની ઇચ્છા ન હોય. એક વાર એ ઇચ્છા જાગે તો ભયમોહનીયને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૬૯ हियं विगयभया बुद्धा फरुसं पि अणुसासणं । बेसं तं होइ मूढाणं खंतिसोहिकरं पयं ॥१-२९॥ આપણે જોઇ ગયા કે શિષ્યને શંકા હતી કે કલ્યાણકારી એવું પણ અનુષ્ઠાન શા માટે ગમતું નથી. તે શંકાના નિરાકરણમાં જણાવ્યું કે અનુશાસન મોક્ષના ઉપાયભૂત જ્ઞાનદર્શનચારિત્ર સંબંધી હોય છે. તે અનુશાસન પ્રાજ્ઞ પુરુષોને જ હિતકારી લાગે છે. જેની પાસે આવી પ્રાજ્ઞતા નથી તેઓ સાધુ હોવા છતાં તેમનામાં સાધુતા નથી. જેને જ્ઞાનદર્શનચારિત્રની સાધના કરવી હોય તેના માટે ગુરુનું અનુશાસન એ સૌથી મહત્ત્વનો ઉપાય છે. આમ છતાં આની ઉપેક્ષા વર્તાય છે ને ? આજે વરસોનો દીક્ષાપર્યાય જેમનો થયો છે એવાઓને પણ દુઃખ એક ૧૬૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy