SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ટાળવાનું કામ સાવ સહેલું છે. મહાપુરુષોએ આપણા હિતની કેટલી ચિંતા કરી છે? પૂર્વની ગાથામાં અનુશાસનને હિતકારી માનવાનું કામ પ્રાજ્ઞતાના કારણે થાય છે - એમ જણાવ્યું. આ ગાળામાં આ પ્રાજ્ઞતાની પાછળ ભયમોહનીયનો અભાવ રહેલો છે તે જણાવ્યું છે. ભયમોહનીયના કારણે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. આ સંસારમાં આપણી અશાતાનું મૂળ આ ભયમોહનીય છે. આપણી બુદ્ધિ-પ્રજ્ઞાને પણ ખીલવા ન દે એવું આ ભયમોહનીય કર્મ છે. ગુરુનું અનુશાસન ઝીલીશું તો આપણે દુઃખી થઇશું આ ભય જ અનુશાસનને હિતકારી માનવા દેતો નથી. ગુરુનું અનુશાસન માનીશું તો મરી જઇશું ? અને કદાચ મરણ આવે તો ય એની તૈયારી રાખીએ તો કંઇ વાંધો આવે ? આપણે અનુશાસન ઝીલતા નથી તે કાલ્પનિક ભયના કારણે જ ઝીલતા નથી. ગુરુ જે કાંઇ કરે એ આપણા હિત માટે છે – આવી શ્રદ્ધા કેળવવી છે. ચંદ્રગુપ્ત અને ચાણક્યનું દૃષ્ટાંત સાંભળ્યું છે ને ? નંદરાજાના સૈનિકો પાછળ પડેલા ત્યારે એક તળાવકિનારે જઇને ચંદ્રગુપ્તને તળાવમાં જઇને છુપાવાનું કહ્યું અને ત્યાં રહેલા ધોબીને ભગાડીને પોતે એની જગ્યાએ કપડાં ધોવા બેસી ગયો અને એક પથરો તળાવમાં નાંખ્યો. એટલામાં બે સૈનિકો ત્યાં આવી પહોંચ્યા. ચાણક્યને પૂછ્યું કે – ‘ચંદ્રગુપ્ત-ચાણક્યને અહીંથી જતા જોયા ? ચાણક્ય કહ્યું કે ‘હમણા જ ચંદ્રગુપ્ત આ તળાવમાં પડ્યો, હમણાં તળાવમાં પડ્યાનો જે અવાજ આવ્યો તે ચંદ્રગુપ્ત પડ્યાનો જ હતો.” આ સાંભળી સૈનિકોએ ઘોડા ઝાડ પાસે બાંધી કપડાં ઉતારીને તળાવમાં પડવાની તૈયારી કરી. એટલામાં ચાણક્ય સૈનિકોની તલવાર લઇને એ બંન્ને સૈનિકોના માથાં કાપી નાંખ્યાં ને ચંદ્રગુપ્તને બહાર આવવા કહ્યું અને તે સૈનિકોનાં કપડાં પહેરીને તેમના ઘોડા ઉપર આગળ ચાલવા માંડ્યા. રસ્તામાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછયું કે “જે વખતે મેં સૈનિકોને ‘ચંદ્રગુપ્ત આ તળાવમાં છે' એમ કહ્યું ત્યારે તારા મનમાં શું થયું હતું ?' ચંદ્રગુણે કહ્યું કે “આર્ય જે કરે છે તે મારા હિતમાં છે...' આ જ આપણા દેષ્ટાંતનો સાર છે. ગુરુ જે કરે તે મારા હિતમાં છે - આટલું આપણા હૈયામાં આવે તો ૧૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જ તેમનું અનુશાસન ઝીલી શકીશું. અશાતા અઘાતીની પ્રકૃતિ છે અને ભયમોહનીય એ ઘાતીની પ્રકૃતિ છે. અઘાતીની પ્રકૃતિ પણ ત્યારે જ હેરાન કરે કે જયારે ઘાતીનો ઉદય હોય. અઘાતીની ગમે તેટલી પણ અશુભ પ્રકૃતિ છે તે ઘાતીના ઉદયમાં જ હેરાન કરે છે તો અપયશ, અશાતા, અકસ્માતથી ગભરાવાનું કોઇ કામ જ નથી, સ0 સંસારમાં સુખનાં સાધનો હોવા છતાં પણ દુ:ખ સહન નથી થતું તો સાધુપણામાં દુઃખ કઇ રીતે સહન કરશું ? આ ભય છે ! દુઃખ સહન થતું નથી – આ તમે ખોટું બોલ્યા. દુ:ખ સહન કરવું જ નથી, માટે દુઃખ સહન થતું નથી. બાકી દુ:ખ તમે ઓછું નથી ભોગવતા. તમારા ઘરમાં તમારું જે અપમાન થાય છે તેને તમે પચાવી જાણ્યું છે ને ? ઘરના લોકો પીરસે નહિ છતાં તમને જાતે લઇને ખાવાનું ફાવે છે ને ? તમને એમ વિચાર નથી આવતો કે – “જો મારું મારે જાતે જ કરવાનું હોય તો સાધુપણું શું ખોટું છે ?!! આ સંસારમાં નભાવવાની તૈયારી છે એ જ તમને સંસારમાંથી ખસવા નથી દેતી. આજે નિયમ આપું કે ઘરનાં પીરસનાર ન હોય તો જમવું નહિ. ઘરનાં બહારગામ ગયાં હોય તો છૂટ, જો કે ઘરનાં જો તમારાં હોય તો તે તમને મૂકીને જાય જ નહિ ! આ બધી વાત એટલા માટે છે કે સંસારમાં દુ:ખ ભોગવવાની તૈયારી હોવા છતાં ધર્મમાં દુઃખી થઇશું આ ભય ધર્મથી દૂર રાખે છે. જ્યાં સુધી ભય પડ્યો હોય ત્યાં સુધી જ્ઞાન કામ ન લાગે. અહીં જણાવે છે કે સાત પ્રકારના ભય જેના ચાલ્યા ગયા હોય તેને ગુરુનું કઠોર પણ અનુશાસન હિતકારી લાગે છે. જયારે ભયના કારણે જેની બુદ્ધિ બહેર મારી ગઇ છે તેવા મૂઢ માણસોને આત્માની શુદ્ધિ અને ક્ષમાને કરનારું એવું પણ ગુરુનું વચન દ્વેષનું કારણ બને છે. ગુરુનું અનુશાસન આપણા આત્માના દોષોને દૂર કરી ક્ષમાગુણને પેદા કરાવનારું હોવા છતાં તેની પ્રત્યે જ દ્વેષ જાગે તો આપણું ભાગ્ય પરવારી ગયું છે - એમ માનવું પડે ને ? માત્ર બીજાને માફ કરવું એ ક્ષમા નથી, બીજાનો ગમે તેવો પણ અપરાધ સહન કરી લેવો – એ ક્ષમા છે. પોતાના માણસોની ભૂલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૭૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy