SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ वरं मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहिं दम्मन्तो बंधणेहि वहेहि य ॥१-१६॥ આત્માનું દમન કરવા માટે પ્રયત્ન કરી લેવો. આત્માનું દમન કરનારા આ લોકમાં પણ સુખી થાય છે તે જણાવવા અહીં એક દૃષ્ટાંત આપ્યું છે. બે ચોરો હતા. એક વાર કેટલાક સાધુભગવંતો વિહાર કરતાં ત્યાં આવ્યા. ચોમાસાના દિવસો હોવાથી ત્યાં ચાતુર્માસસ્થિરતા માટેની રજા તે ચોરો પાસે માંગી. ચોરોએ સહર્ષ રજા આપી અને કહ્યું કે તમે આહારપાણી પણ અહીંથી જ ગ્રહણ કરજો , બીજે ક્યાંય ન જશો, ત્યારે સાધુભગવંતોએ કહ્યું કે અમે માધુકરીવૃત્તિથી (ભમરાની જેમ થોડો થોડો આહાર લેવો) આહાર લઇએ છીએ. તમે અમને રહેવા વસતિ આપી એ જ મોટો લાભ છે. તેનાથી તમે સકલ ક્લેશનો નાશ કરનાર પુણ્ય ઉપાર્જન કર્યું છે. સકલ ક્લેશનો એટલે સંસારનો જ નાશ કરનારું પુણ્ય સાધુને વસતિ આપવાથી બંધાય છે. તમને આવું પુણ્ય ગમે ? આ રીતે ચાતુર્માસના અંતે જતાં બે ચોરોએ એક નિયમ આપવા વિનંતિ કરી ત્યારે તેમણે રાત્રિભોજનત્યાગનો નિયમ આપ્યો. આ ત્યાગમાં શું લાભ છે તે જાણતા ન હોવા છતાં માત્ર સાધુમહાત્માના વચન પ્રત્યેના બહુમાનના કારણે ચોરોએ નિયમ ઉલ્લાસપૂર્વક લીધો. એક વાર બીજા ચોરોએ રાત્રે ગાયનું માંસ ખાવાનું નક્કી કરેલું. થોડા ચોરો મદિરા લેવા માટે ગામમાં ગયા. થોડા ત્યાં રહ્યા. ત્યાં રહેલાએ વિચાર્યું કે આપણે આ માંસમાં ઝેર નાંખીએ જેથી મદિરા બધી આપણને એકલાને પીવા મળે. એ જ રીતે ગામમાં ગયેલા ચોરોએ વિચાર્યું કે આપણે આ મદિરામાં ઝેર નાંખી દઇએ કે જેથી માંસ આપણને એકલાને ખાવા મળે. આ રીતે પરસ્પર વિષમિશ્રિત આહાર લેવાથી તે બધા ચોરો મરણ પામ્યા. આ બે ચોરો રાત્રિભોજનત્યાગના નિયમના પાલનથી બચી ગયા. આ રીતે આત્માનું દમન કરનાર આ લોકમાં પણ સુખી થાય છે. ચોરોનો ધંધો તો રાતે જ મોટા ભાગે હોય છતાં આત્મદમન કરીને વ્રત પાળ્યું તો તેઓ એ જ ભવમાં સુખી થયા. એક વાર આ દુનિયાની અપેક્ષા ટળવા માંડે તો ત્રણે જગતનું સુખ અહીં જ ખડું કરી શકાય. આ અધ્યયનની પંદરમી ગાથામાં આપણે જોઇ ગયા કે જેને સુખી થવું હોય તેણે આત્માનું દમન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સુખના અર્થી બધા જ જીવો છે, પરંતુ એ સુખની પ્રાપ્તિનો જે ઉપાય છે તે સેવવાની તૈયારી લગભગ કોઇની નથી. તેથી જ સુખનો અર્થી આત્માઓ પણ સુખ પામી શક્યા નથી અને સંસારમાં ભટક્યા કરે છે. આવા સંયોગોમાં કાં તો સુખનું અર્થીપણું છોડી દેવું જોઇએ, કાં તો સુખનો વાસ્તવિક ઉપાય સેવી લેવો જોઇએ. એ સિવાય આ વિષમતામાંથી બહાર નીકળી શકાય એમ નથી. શાસકારો આત્માનું દમન કરવાનું કહે છે, એમાં જ સુખ છે - એમ જણાવે છે. આનો અનુભવ આપણે જાતે કર્યો નથી - એવું નથી. એનો અનુભવ અંશે અંશે પણ થયો તો છે જ, પરંતુ તેને ટકાવવા માટે કોઇ પ્રયત્ન જ કર્યો નથી. સ્વાધ્યાયમાં આનંદ આવ્યો નથી - એવું નથી પરંતુ વિકથાના રસે આ આનંદ લૂંટી લીધો. દાનમાં પણ આનંદ આવ્યો હતો પણ લોભે એ આનંદ સૂકવી દીધો. તપમાં પણ આનંદ તો આવતો હતો પણ પારણાના રસે તપનો સ્વાદ ઉડાવી દીધો. આપણે ગઇ કાલ સુધીમાં જોઇ ગયા કે આત્મદમન વિના સુખ નથી ત્યારે તમારામાંથી કોઇએ પૂછ્યું નહિ કે - ‘આત્મદમન કઇ રીતે કરવું.’ આ શિષ્ય તો અહીં પૂછે છે, તેથી આગળની ગાથામાં આત્મદમનનો ઉપાય બતાવ્યો છે. તમને આત્મદમન કરવાનું મન ન થયું માટે જ ઉપાય ન પૂછ્યો ને ? સ0 ઉપાય તો આપે બતાવેલો કે ‘નથી જો ઇતું' આ પરિણામ કેળવો. પરંતુ ‘નથી જો ઇતું આ પરિણામ કઇ રીતે લાવવો, એટલું તો પૂછવું જોઇએ ને ? ‘જોઇએ છેઆ પરિણામ કાઢચા વિના “જોઇતું નથી' - આ પરિણામ નહિ જ આવે. જે ઇએ છે - એ પરિણામ કાઢવા માટેનો ઉપાય અહીં જણાવ્યો છે. સંયમ અને તપ : આ જ આત્મદમનનો ઉપાય છે. એના વિના સુખ ન જ મળે. સંયમ અને તપથી સુખ મળે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧૯ ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy